આ એક ચીજે ટેરિફ કિંગ ટ્રમ્પને ચીને કર્યા નતમસ્તક, વેપાર સોદામાં ગેમચેન્જર

નવી દિલ્હી, 31 ઓક્ટોબર, 2025: દુનિયાની સૌથી મોટી બે આર્થિક મહાસત્તા અમેરિકા અને ચીને ગઇકાલે દક્ષિણ કોરિયાના બુસાનમાં બેઠક થઇ હતી. ટેરિફ કિંગ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ કાય ટેરિફની જ વાત કરે છે તેઓ ચીન સામે નરમ પડતા જણાઇ રહ્યા છે. તેની પાછળનું કાણ બીજુ કંઇ નહી પરંતુ એક ચીજ રેર અર્થ મેગ્નેટ છે. જેના વૈશ્વિક પુરવઠાને લઇને વધી રહેલી આશંકાઓ અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સમજૂતિનું એક મુખ્ય કારણ બનીને ઉભરી છે.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના વિશ્લેષણ મુજબ, યુએસ અને ચીન વચ્ચેનો વેપાર કરાર સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં નબળાઈઓ અંગે વોશિંગ્ટનની વધતી ચિંતાને પ્રતિબિંબિત કરે છે.
ચિપ ઉત્પાદન અને સ્વચ્છ ઉર્જા ટેકનોલોજીઓ માટે રેર અર્થ મેગ્નેટ આવશ્યક છે. જો બંને દેશો કરાર સુધી પહોંચે છે, તો ચીનની આયાત પર યુએસ ટેરિફ ઘટાડીને 47 ટકા કરવામાં આવશે, જે અગાઉ 57 ટકા હતો.
GTRIના ડેટા અનુસાર, ચીનની યુએસમાં મે 2025માં નિકાસ 28.8 અબજ ડોલરથી વધીને સપ્ટેમ્બર 2025માં 34.3 અબજ ડોલર થઈ ગઈ છે, અને યુએસ ટેરિફની નિકાસ પર કોઈ અસર થઈ નથી.
રેર અર્થ મેગ્નેટ આધુનિક સભ્યતાના અદ્રશ્ય કરોડરજ્જુ તરીકે ઉભરી આવ્યા છે, જે સ્માર્ટફોનથી લઈને લશ્કરી સંરક્ષણ પ્રણાલીઓ સુધીની ટેકનોલોજીઓને શક્તિ આપે છે. આ 17 ધાતુ તત્વો, પૃથ્વીના પોપડામાં વિપુલ પ્રમાણમાં હોવા છતાં, તેમની ખૂબ જ કેન્દ્રિત પ્રક્રિયા ક્ષમતાઓને કારણે અભૂતપૂર્વ વ્યૂહાત્મક નબળાઈઓ ઉભી કરે છે.
રેર અર્થ એલિમેન્ટ ટ્રેડ એગ્રીમેન્ટ પર વોશિંગ્ટન અને બીજિંગ વચ્ચે તાજેતરમાં થયેલી વાટાઘાટો પરથી સ્પષ્ટ થાય છે કે, વૈશ્વિક રેર અર્થ સપ્લાયના 90% પર ચીનના પ્રભુત્વે આ પદાર્થોને શક્તિશાળી જિયો પોલિટીકલ સાધનોમાં ફેરવી દીધા છે.
આ પણ વાંચોઃ હવે ગ્રાહકોને જણા કર્યા બેન્કો ફાસ્ટેગ એકાઉન્ટ બંધ નહી કરે












