અમદાવાદએજ્યુકેશનગુજરાત

ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટીઓમાં UGના પ્રવેશ માટે 2 જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

Text To Speech

ગાંધીનગર, 29 મે 2024 રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખી, બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ. સહિતના પ્રોગ્રામ અને અન્ય પ્રોગ્રામમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ) પોર્ટલ મારફત પ્રવેશ અંગે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પહેલી એપ્રિલથી શરૂ કરેલ હતી. વેકેશન કે અન્ય કારણોસર 28 મે 2024ને છેલ્લી તારીખ સુધીમાં 4 લાખ 39 હજાર 865 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવેલ છે અને તે પૈકી 2 લાખ 63 હજાર 115 વિદ્યાર્થીઓએ ફી ભરેલ છે અને હજુ પણ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન/ફી ભરી શક્યા નથી.

છેલ્લી તારીખ 2 જૂન 2024 સુધી લંબાવવામાં આવી
આ અંગે વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજો અને વિદ્યાર્થીઓની રજૂઆત શિક્ષણ વિભાગને મળેલ હતી. આ બાબતે ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરતા વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને શિક્ષણની અગત્યની બાબત ધ્યાને લઈ તેમની સૂચના અનુસાર હવે GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ) પોર્ટલ મારફતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 જૂન 2024 સુધી લંબાવવામાં આવે છે.

અચૂક ફોર્મ તથા ફી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ
રાજ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ તારીખ સુધીમાં અચૂક ફોર્મ તથા ફી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા જાહેર થયેલ કેલેન્ડર મુજબ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ જૂનના અંતમાં શરૂ કરવાનો હોઈ આ તારીખ કોઈ પણ સંજોગોમાં લંબાવવામાં આવશે નહીં તેમ રાજ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃસાબરકાંઠાના ગામડી ગામમાંથી પુરૂષો ફરાર માત્ર 100 મહિલાઓ જ હાજર, જાણો કેમ થયું આવું?

Back to top button