ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારના સુપૌલમાં કોસી નદી પર બની રહેલા પુલનો સ્લેબ પડતાં એકનું મૃત્યુ, ઘણા દટાયા

  • દુર્ઘટનામાં એક મજૂરનું મૃત્યુ તો નવ ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે

બિહાર, 22 માર્ચ: બિહારના સુપૌલમાં એક મોટી દુર્ઘટના બની છે. અચાનક કોસી નદી પર બની રહેલા બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થઈ ગયો અને NH 18 પર બની રહેલા પુલની આ દુર્ઘટનામાં એક મજૂરનું મૃત્યુ થયું છે અને તો ઘણા મજૂરો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એજન્સી મુજબ, સુપૌલ જિલ્લા અધિકારી કૌશલ કુમારે જણાવ્યું હતું કે, ભીજા-બકૌર વચ્ચે મરિચા નજીક એક નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટી પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને નવ ઘાયલ થયા હતા.

ગયા વર્ષે ભાગલપુરમાં પણ પુલ ધરાશાયી થયો હતો

જૂન 2023માં, બિહારના ભાગલપુરમાં નિર્માણાધીન પુલ તૂટી પડ્યો હતો. ખાગરિયા-અગુવાની-સુલતાનગંજ વચ્ચે બની રહેલા પુલના તુટી જવાનો વીડિયો પણ બહાર આવ્યો હતો, જેમાં જોવામાં આવ્યું હતું કે, થોડી જ વારમાં આખો પુલ ગંગા નદીમાં ડૂબી ગયો. નવાઈની વાત તો એ હતી કે, બે વર્ષ પહેલા પણ આ પુલનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો.  સીએમ નીતિશ કુમારે 2014માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ બ્રિજનો કુલ ખર્ચ 1717 કરોડ રૂપિયા હતો. એપ્રિલમાં આવેલા તોફાનના કારણે આ નિર્માણાધીન પુલનો કેટલોક ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો.

પુલ તેના ઉદ્ઘાટન પહેલા જ તૂટી પડ્યો હતો!

ડિસેમ્બર 2022માં પણ બેગુસરાઈમાં ગંડક નદી પરનો પુલ તેના ઉદ્ઘાટન પહેલા જ આવી જ રીતે તૂટી પડ્યો હતો. ગંડક નદીનો આ પુલ 14 કરોડના ખર્ચે બની રહ્યો હતો.

આ પણ જુઓ: MP: ASIએ ભોજશાળામાં સર્વેની કામગીરી કરી શરૂ, મુસ્લિમ પક્ષ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

Back to top button