ભારતીયોએ હોળી નિમિત્તે બ્રિટનના આ ખંડેર ઐતિહાસિક કિલ્લામાં કર્યું ‘રંગ બરસે…’
લંડન, 30 માર્ચ : ઈંગ્લેન્ડના ડોર્સેટમાં પ્રખ્યાત કોર્ફે કેસલ ખાતે પ્રથમ વખત હોળીની ઉજવણી કરવામાં આવી હતી. રંગ બરસે નામના આ હોળી કાર્યક્રમમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. અંગ્રેજોએ પણ આ તહેવારને ખૂબ માણ્યો હતો.
રંગોનો તહેવાર હોળી ભારતમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડમાં 11મી સદીના ઐતિહાસિક કિલ્લામાં તેના પ્રકારની પ્રથમ હોળીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં ત્રણ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને તેના મેદાનને રંગોથી રંગી નાખ્યું હતું. આ ભવ્ય રંગબેરંગી ઉત્સવ જોઈને અંગ્રેજ અધિકારીઓ સહિત અન્ય લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને તેઓએ ભારતીય સમુદાયના લોકોનો આભાર માન્યો હતો. અંગ્રેજોએ પણ આ તહેવારને ખૂબ ઉત્તશાહથી માણ્યો હતો.
ખંડેર કિલ્લા પર રંગોનો વરસાદ થયો
ડોર્સેટ કાઉન્ટીમાં સ્થિત કોર્ફે કેસલ એક ખંડેર કિલ્લો છે જેની જાળવણી નેશનલ ટ્રસ્ટ ચેરિટી કરે છે. સ્થાનિક સત્તામંડળ બોર્નમાઉથ પૂલ ક્રાઈસ્ટચર્ચ (BPC)ના ભારતીય સમુદાયે ગયા સપ્તાહના અંતે ગોલ્ડરેન એક્સક્લુઝિવ ઈવેન્ટ્સની મદદથી તેની ‘રંગ બરસે’ ઈવેન્ટનું આયોજન કરવા માટે ખંડેર કિલ્લાને પસંદ કર્યો હતો. જ્યારે ખંડેર કિલ્લા પર રંગોની વર્ષા થઈ ત્યારે બધે રંગ જ રંગ જોવા મળ્યા હતા.
‘ભારતીય સમુદાયને સમર્થન આપવા બદલ ગર્વ અનુભવું છું’
કોર્ફે કેસલના અધિકારી ટોમ ક્લાર્કે જણાવ્યું હતું કે: “કોર્ફે કેસલ તેના શરૂઆતના દિવસોમાં ઘણી ઇવેન્ટ્સનું આયોજન કરે છે અને સદીઓથી સ્થાનિક સમુદાય માટે એક મહત્ત્વપૂર્ણ મેળાવડાનું સ્થળ રહ્યું છે. આવા કાર્યક્રમોનું આયોજન કરીને આ ઐતિહાસિક વારસો ચાલુ રાખવાનો આનંદ છે. આ રાષ્ટ્રીય ટ્રસ્ટની સ્થાપના સમગ્ર દેશની સેવા કરવા માટે કરવામાં આવી હતી. દરેક સાથે હોળીનો તહેવાર ઉજવવા માટે આ અદ્ભુત ભારતીય સમુદાયને સમર્થન આપવા બદલ અમને ગર્વ છે. જેમાં ત્રણ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.
વિલિયમ-પહેલાએ કિલ્લો સ્થાપ્યો હતો
ઈંગ્લેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લૅન્ડમાં હેરિટેજનું રક્ષણ કરતા નેશનલ ટ્રસ્ટને આશા છે કે આ ઘટના કિલ્લા પર પણ પ્રકાશ પાડશે, જેની સ્થાપના વિલિયમ 1 દ્વારા 1066માં કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ધ્રુવ પર પીગળતો બરફ આપણા દિવસોની લંબાઈ વધારી રહ્યો છે, જાણો કેમ?