15 માર્ચના રોજ સૂર્ય, બૂધ, રાહુ એક સાથે, ચમકશે આ રાશિનું ભાગ્ય


- 15 માર્ચના રોજ સવારે 6.58 વાગ્યે સૂર્યદેવ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. અહીં પહેલેથી જ ગ્રહોના રાજકુમાર બુધ અને માયાવી ગ્રહ રાહુ વિરાજમાન છે.
માર્ચ મહિનામાં બુધ અને શુક્રના રાશિ પરિવર્તન બાદ હવે ગ્રહોના રાજા સૂર્ય રાશિ ગોચર કરવા જઈ રહ્યા છે. 15 માર્ચના રોજ સવારે 6.58 વાગ્યે સૂર્યદેવ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. અહીં પહેલેથી જ ગ્રહોના રાજકુમાર બુધ અને માયાવી ગ્રહ રાહુ વિરાજમાન છે. મીન રાશિમાં સૂર્ય, બુધ અને રાહુની યુતિથી કેટલીક રાશિઓને અત્યંત શુભ ફળ પ્રાપ્ત થશે. સૂર્ય, બુધ અને રાહુ એક સાથે આવવાથી જાણો કઈ રાશિની કિસ્મત ચમકી ઉઠશે.
વૃષભ રાશિ
3 ગ્રહોની યુતિથી કાર્યોમાં ઈચ્છિત પરિણામો મળશે. સંબંધોમાં મનભેદો સંભવ છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. સંતાન પક્ષથી શુભ સમાચાર મળશે. વૈવાહિક જીવન પણ સુખમય રહેશે.
મિથુન રાશિ
શાસન-સત્તા પક્ષનો સહયોગ મળશે. નોકરી-ધંધામાં પ્રમોશનના યોગ છે. આર્થિક સ્થિતિ સુધરશે. ધન લાભના નવા અવસર મળશે. ભૌતિક સુખ-સંપદામાં વધારો થશે.
કન્યા રાશિ
વેપારનો વિસ્તાર થશે. વૈવાહિક જીવનમાં મતભેદો ન વધવા દેતા. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષામાં સારું રિઝલ્ટ મળશે. ભાગીદારીના વેપારમાં ધનલાભ થશે.
વૃશ્ચિક રાશિ
વેપારીઓની સ્થિતિ સુદ્રઢ થશે. ભૂમિ કે વાહનની ખરીદીના યોગ બનશે. ધનની આવક વધશે. રોકાણોમાંથી સારું રિટર્ન મળશે. નોકરિયાત લોકોને પ્રમોશન કે એપ્રેઝલના ચાન્સ વધશે.
તુલા રાશિ
શત્રુઓ પર જીત મળશે. કાયદાકીય બાબતોથી છુટકારો મળશે. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં શુભ સમાચાર મળી શકે છે. ઉર્જા અને આત્મવિશ્વાસમાં વધારો થશે અને આનંદદાયક જીવન વીતાવી શકશો.
આ પણ વાંચોઃ મહાશિવરાત્રી પર હેમા માલિનીએ કર્યા ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન, જુઓ વીડિયો