OMG! આ અમેરિકાનું શું થશે બોલો? બંદૂકની ગોળીઓ ATMમાં મળશે?
- વેન્ડિંગ મશીન દ્વારા ઉપલબ્ધ છે ગન બુલેટ
નવી દિલ્હી, 11 જુલાઇ, અમેરિકામાં હવે બુલેટ અર્થાત બંદૂકની ગોળીઓ કરિયાણાની દુકાનોમાંથી ખરીદી શકાય છે! 21 વર્ષથી ઉપરની કોઈપણ ગ્રાહક મોલમાં જઈને સરળતાથી ગોળીઓ ખરીદી શકે છે. દૂધ, બ્રેડ અને ઈંડાની જેમ બંદૂકની બુલેટ પણ 24 કલાક ખરીદી શકાય છે. આ માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર પડતી નથી. બંદૂકની ગોળીઓના વેન્ડિંગ મશીન મૂકનાર કંપનીનું કહેવું છે કે આ મશીનો એક આઇડેન્ટિફિકેશન સ્કેનર અને ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેરથી સજ્જ છે, જે ખરીદનારની ઉંમરની ચકાસણી કરે છે. આ પછી જ તમે આ મશીનોમાંથી બુલેટ સરળતાથી ખરીદી શકશો.
અમેરિકા જેવા દેશોમાં આસાનીથી વેચાતાં હથિયારો માનવ અધિકાર પર બહુ મોટું જોખમ છે. અમેરિકન રાઉન્ડ્સ નામની સ્ટાર્ટઅપ કંપની હવે બુલેટ વેચવા માટે યુ.એસ.માં વેન્ડિંગ મશીનો સ્થાપિત કરી રહી છે, જે કેટલાક શહેરોમાં શરૂ પણ થઈ ગઈ છે. આ ખરીદી પ્રક્રિયાને સરળ બનાવવા અને જવાબદાર બંદૂક માલિકો માટે ઍક્સેસ વધારવાના પ્રયાસમાં છે. કંપનીના સ્થાપક જોન્ડો માને છે કે ગ્રોસરી સ્ટોરમાં બુલેટનું વેચાણ એ ભવિષ્યનું વિઝન છે. તેમનું કહેવું છે કે બુલેટ અને હથિયાર ખરીદવું એ વેન્ડિંગ મશીનમાંથી અન્ય કોઈ પ્રોડક્ટ ખરીદવા જેટલું સરળ હોવું જોઈએ. એટલે અમેરિકન શહેરોમાં બંદૂકની ગોળીઓ દૂધ અને ઈંડાની જેમ સરળતાથી ખરીદી શકાશે.
મશીનો કરશે ખરીદનારની ઉંમરની ચકાસણી
અમેરિકાના અલાબામાંથી ઓક્લાહોમા અને ટેક્સાસ સુધીના ગ્રોસરી સ્ટોર્સમાં બુલેટ ખરીદવા માટે આ ગન બુલેટ વેન્ડિંગ મશીનો દૂધ વેન્ડિંગ મશીનની બાજુમાં જોઈ શકાય છે. હાલમાં, આ વેન્ડિંગ મશીનો માત્ર ત્રણ શહેરો ઓક્લાહોમા, ટેક્સાસ અને અલાબામામાં ગ્રોસરી સ્ટોરમાં જ જોવા મળશે. આનો સરળતાથી એ.ટી.એમ.ની જેમ ઉપયોગ કરી શકાય છે. અમેરિકન રાઉન્ડ્સ નામની કંપની આ વેન્ડિંગ મશીનોને ગ્રોસરી સ્ટોર્સમાં ઇન્સ્ટોલ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે આ મશીનો એક આઇડેન્ટિફિકેશન સ્કેનર અને ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેરથી સજ્જ છે, જે ખરીદનારની ઉંમરની ચકાસણી કરે છે. આ પછી જ તમે આ મશીનોમાંથી બુલેટ સરળતાથી ખરીદી શકશો.
મશીન કરશે ખરીદનારની ચકાસણી
અમેરિકન રાઉન્ડ્સના સુરક્ષા વડા જેન સ્મિથે કહ્યું કે સુરક્ષા તેમની ટોચની પ્રાથમિકતા છે. આવી સ્થિતિમાં અનરજિસ્ટર્ડ ખરીદદારોને રોકવા માટે સુરક્ષાના અનેક સ્તર લાગુ કરવામાં આવ્યા છે. વેન્ડિંગ મશીનો સુરક્ષિત ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જેમાં ચકાસણી માટે સરકાર દ્વારા જારી કરાયેલા ID અને ફિંગરપ્રિન્ટ સ્કેન જરૂરી છે. મશીનો ખરીદારની ઉંમર ચકાસવા માટે ઓળખ સ્કેનર અને ચહેરાની ઓળખ સોફ્ટવેરનો પણ ઉપયોગ કરે છે. કાયદા અનુસાર શૉટગન અને રાઇફલની ગોળીઓ ખરીદવા માટે વ્યક્તિની ઉંમર 18 વર્ષ અને હેન્ડગનની ગોળીઓ ખરીદવા માટે 21 વર્ષની હોવી જરૂરી છે. હદ તો એ વાતની છે કે આવી બંદૂકની ગોળીઓ આમ ATM મશીનમાંથી ખરીદવાની સુવિધા 24 કલાક આપવામાં આવી છે!
અમેરિકામાં ઘણe ગ્રોસરી સ્ટોરમાં આ વેન્ડિંગ મશીનો લગાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. કારણ કે અમેરિકામાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ સતત વધી રહી છે. 2024માં અત્યાર સુધીમાં સામૂહિક ગોળીબારની આવી 15 ઘટનાઓ બની છે.
આ પણ વાંચો.. સાઉદી એરલાઈન્સના પ્લેનમાં આગ લાગી, 276 મુસાફરો અને 21 ક્રૂ મેમ્બર હતા સવાર