ટોપ ન્યૂઝવર્લ્ડ

અમેરિકામાં તોફાન બેરીલે મચાવી તબાહી, 23 લાખ ઘરોમાં વીજળી ગુલ, 18 લોકોના મૃત્યુ

  • બેરિલને પોસ્ટ-ટ્રોપિકલ સાયક્લોન જાહેર કરવામાં આવ્યું
  • 2.3 મિલિયનની વસ્તી ધરાવતું હ્યુસ્ટન તોફાની પવનો અને પૂરથી ખરાબ રીતે પ્રભાવિત

વોશિંગટન, 10 જુલાઈ : બેરીલ નામના તોફાને દક્ષિણ અમેરિકામાં ભારે તબાહી મચાવી છે. ગઈકાલે મંગળવારે તેને પોસ્ટ-ટ્રોપિકલ સાયક્લોન જાહેર કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આ વાવાઝોડાએ લગભગ 18 લોકોના જીવ લીધા છે. ગઈકાલે મંગળવારે પણ વાવાઝોડાને કારણે આઠ લોકોના મૃત્યુ થયા હતા. આ તોફાનના કારણે લગભગ 23 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.

પોસ્ટ-ટ્રોપિકલ સાયક્લોન જાહેર કરાયું

બેરીલ નામનું વાવાઝોડું ગયા અઠવાડિયે કેરેબિયન સમુદ્રમાં ત્રાટક્યું હતું. જે અત્યાર સુધીનું સૌથી તીવ્ર વાવાઝોડું હતું. આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં લગભગ 18 લોકોએ જીવ ગુમાવ્યા છે. તોફાન ટેક્સાસમાં કેટેગરી 1ના વાવાઝોડા તરીકે પ્રવેશ્યું હતું. જ્યા તેણે લગભગ 7 લોકોના જીવ લીધા હતા, જે બાદ વૃક્ષો પડવાથી અને પૂરના કારણે આઠ લોકોના મૃત્યુ થયા હતા. તેને પોસ્ટ-ટ્રોપિકલ સાયક્લોન જાહેર કરવામાં આવ્યું છે.

હ્યુસ્ટન તોફાની પવનો અને પૂરથી ખરાબ રીતે પ્રભાવિત

વાવાઝોડાને પગલે ક્ષતિગ્રસ્ત પાવર ગ્રીડને કારણે મંગળવારે ટેક્સાસમાં લગભગ 2.2 મિલિયન ઘરો વીજળી વગરના હતા. અને લ્યુઇસિયાનામાં પણ 14,000 ઘરો વીજળી વગરના હતા. રહેવાસીઓ માટે એર-કન્ડિશન્ડ આશ્રયસ્થાનોની સ્થાપના કરવામાં આવી હતી. 2.3 મિલિયનની વસ્તી ધરાવતું વિશાળ શહેર હ્યુસ્ટન તોફાની પવનો અને પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં મેઘરાજાની જમાવટ, સૌથી વધુ રાજકોટના લોધીકામાં 5 ઇંચ

હેરિસ કાઉન્ટીના શેરિફ એડ ગોન્ઝાલેઝે જણાવ્યું હતું કે ઘરો પર વૃક્ષો પડતાં અલગ-અલગ ઘટનાઓમાં એક 53 વર્ષીય પુરુષ અને 74 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. હ્યુસ્ટનના મેયર જ્હોન વિટમારે જણાવ્યું કે વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. પોલીસ વિભાગના એક કર્મચારીનું પૂરના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. લ્યુઇસિયાનામાં એક ઘર પર ઝાડ પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

સરકારે ચેતવણી આપી

યુએસ નેશનલ હરિકેન સેન્ટરે જણાવ્યું હતું કે બેરીલ મંગળવારે નબળું પડ્યું હતું અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ઉત્તર-પૂર્વ કેનેડા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે આનાથી પૂર અને બવંડરની સ્થિતિ ઉભી થઇ શકે છે.

આ પણ વાંચો : “ભાજપ છોડો નહીં તો તમને દુનિયામાંથી…” પંજાબ ભાજપના ચાર નેતાઓને મળી ધમકી

Back to top button