ટોપ ન્યૂઝટ્રેન્ડિંગપેરિસ ઓલિમ્પિક 2024સ્પોર્ટસ

ઓલિમ્પિક દિવસ-9 : લવલિના-લક્ષ્ય સેન પાસેથી મેડલ સુનિશ્ચિત કરવાની આશા, હોકી ટીમની નજર સેમી ફાઇનલ પર

પેરિસ, 04 ઓગસ્ટ : પેરિસ ઓલિમ્પિકના આઠમા દિવસના પરિણામો ભારતીય ટીમ માટે સારા ન હતા, પરંતુ આજે રવિવારે નવમા દિવસે ભારત બે મેડલ નિશ્ચિત કરે તેવી અપેક્ષા છે. ભારતને બોક્સિંગમાં લવલિના બોર્ગોહેન અને બેડમિન્ટનમાં લક્ષ્ય સેન પાસેથી મેડલ સુનિશ્ચિત કરવાની આશા છે. આ સાથે જ ભારતીય પુરૂષ હોકી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટન સામે ટકરાશે. જો ટીમ આ મેચ જીતવામાં સફળ રહેશે તો તે મેડલ માટે એક ડગલું આગળ વધશે.

લક્ષ્ય અને લવલીના સામે મુશ્કેલ પડકાર

સેમિફાઇનલમાં લક્ષ્યનો સામનો વિક્ટર એક્સેલસન સામે થશે. બંને ખેલાડીઓ અત્યાર સુધીમાં આઠ વખત ટકરાયા છે અને લક્ષ્ય અને એક્સેલસન વચ્ચેનો જીત-હારનો રેકોર્ડ 1-7નો છે. રેકોર્ડને જોતા, લક્ષ્યને એક્સેલસન તરફથી કઠિન પડકારનો સામનો કરવો પડી શકે તેમ છે, પરંતુ તે જે ફોર્મમાં છે તેના કારણે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે લક્ષ્ય દેશ માટે ઓછામાં ઓછો સિલ્વર મેડલ મેળવવામાં સફળ રહેશે. લક્ષ્ય ઓલિમ્પિકમાં સેમિફાઇનલ રેસમાં પહોંચનાર પ્રથમ પુરુષ સિંગલ ખેલાડી છે. બીજી તરફ લવલીનાને ચીનની લી કિયાનના પડકારનો સામનો કરવો પડશે. એશિયન ગેમ્સની મહિલા 75 કિલો વર્ગની ફાઇનલમાં લવલિનાને કિયાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો લવલિના આ મેચ જીતવામાં સફળ રહેશે તો તે બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત કરશે અને સતત બીજી વખત ઓલિમ્પિકમાં મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરશે. જો લવલિના આમ કરવામાં સફળ રહે છે તો તે ઓલિમ્પિકમાં એકથી વધુ મેડલ જીતનારી પાંચમી ભારતીય ખેલાડી બની જશે.

આ પણ વાંચો : ભરતનાટ્યમ કલાકાર યામિની કૃષ્ણમૂર્તિનું નિધન, દેશના ત્રણ સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા હતા સન્માનિત

પેરિસ ઓલિમ્પિકના નવમા દિવસે ભારતનું શેડ્યૂલ…

  • શૂટિંગ
    – 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મેન્સ ક્વોલિફિકેશન ફેઝ 1: વિજયવીર સિદ્ધુ અને અનીશ (બપોરે 12.30 વાગ્યાથી)
  • હોકી
    – ભારત વિ બ્રિટન મેન્સ હોકી ક્વાર્ટર-ફાઇનલ: (1.30 વાગ્યાથી)
  • એથ્લેટિક્સ
    – મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેસ પ્રથમ રાઉન્ડ: પારુલ ચૌધરી (1.35 વાગ્યાથી)
    – પુરુષોની લાંબી કૂદની ક્વોલિફિકેશન : જેસન એલ્ડ્રિન (2.30 વાગ્યા પછી)
  • બોક્સિંગ
    – મહિલાઓની 75 કિગ્રા ક્વાર્ટર ફાઈનલ: લવલિના બોર્ગોહેન વિ ચીનની લી કિયાન (3.02 વાગ્યા પછી)
  • બેડમિન્ટન
    – મેન્સ સિંગલ્સ સેમિફાઇનલ: લક્ષ્ય સેન વિ વિક્ટર એક્સેલસન (ડેનમાર્ક) (3.30 વાગ્યા પછી)
  • નૌકાયાન
    – પુરુષોની ડીંગી રેસ સાત અને આઠ: વિષ્ણુ સરવણન (3.35 વાગ્યાથી)
    – મહિલા ડીંગી રેસ સાત અને આઠ: નેત્રા કુમાનન (સાંજે 6.05 વાગ્યાથી)

આ પણ વાંચો : PM મોદી ફરી સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા બન્યા, 69% રેટિંગ સાથે ટોચ પર

Back to top button