સ્પોર્ટસ

લવલિના બોર્ગોહેન વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા ઇસ્તાંબુલમાં મહિલા ટીમનું નેતૃત્વ કરશે

Text To Speech

ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા લવલિના બોર્ગોહેનની આગેવાની હેઠળ ભારતીય મહિલા બોક્સિંગ ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારી માટે વિશેષ તાલીમ શિબિરમાં ભાગ લેવા ગુરુવારે વહેલી સવારે તુર્કી જવા રવાના થઈ હતી. વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપ 6 થી 21 મે દરમિયાન તુર્કીના ઈસ્તાંબુલમાં યોજાશે.

ભારતીય ટીમ આની પહેલા 5 મે સુધી ઈસ્તાંબુલમાં જ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે. ભારતીય ટીમ કેમ્પમાં કઝાકિસ્તાન, તુર્કી, અલ્જેરિયા, પનામા, લિથુઆનિયા, મોરોક્કો, બલ્ગેરિયા, સર્બિયા, ડોમિનિકા રિપબ્લિક અને આયર્લેન્ડ જેવા દેશોના બોક્સરો સાથે પ્રેક્ટિસ કરશે.

ખેલાડીઓની યાદી આ પ્રમાણે છેઃ નીતુ (48 KG), અનામિકા (50 KG), નિખાત ઝરીન (52 KG), શિક્ષા (54 KG), મનીષા (57 KG), જાસ્મીન (60 KG), પરવીન (63 KG), અંકુશિતા (66 KG), લવલિના (70 KG) , સ્વીટી (75 KG), પૂજા રાની (81 KG), નંદિની (81 KG).

Back to top button