ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : રોટરી ક્લબ ડિવાઈનનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો

Text To Speech

બનાસકાંઠા 7 જુલાઈ 2024 : રોટરી ક્લબ ડીસા ડિવાઇનનો પદગ્રહણ સમારોહ શુભમ પાર્ટી પ્લોટ હોલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે DGE રોટે. નિગમ ભાઈ, ગેસ્ટ ઓફ ઓનર AG રોટે. ડો .સૌરવભાઈ તથા મુખ્ય મહેમાન તરીકે ડો. ભાવિકભાઈ ઉપસ્થિત રહ્યા હતા. DGE રોટે. નિગમભાઈએ 2024 -25 માં બનનાર નવા પ્રમુખ મતી અલ્પાબેન શાહ તથા મંત્રી મતી કાંતાબેન પટેલને કોલર તથા પિન પહેરાવડાવીને ને શપથવિધિ કરાવી હતી. AG રોટે. ડો. સૌરવભાઈએ નવા સભ્યોનું ઇન્ડક્શન કરાવેલ. મુખ્ય મહેમાન ભાવિકભાઈએ સૌનો ઉત્સાહ વધે તેવું વક્તવ્ય આપ્યું હતું.

ચાર્ટર પ્રેસિડન્ટ ડો .રીટાબેન , ડો .અવનીબેન, ડો. બિનલબેન, ગિરિજાબેન , ડો .વર્ષાબેન ,અરુણાબેન, કિંજલબેન ,વીણાબેન, દીપિકાબેન, રેણુકાબેન, નિકેતાબેન, ધારાબેન તથા હેતલબેન ,ભાવનાબેન, સરોજબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ક્લબના એડવાઈઝર રોટે. ડો .હિરેનભાઈ, રોટે .પ્રવીણભાઈ , CA રોટે. કેયુરભાઈ તરફથી કાર્યક્રમની સફળતા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.જુદી જુદી સંસ્થાઓના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ ક્લબને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો : ગાયકવાડ હવેલી વિસ્તારની હ્રદયદ્રાવક ઘટના, માતાએ જ ૧૦ મહિનાની દીકરીની બ્લેડ વડે ગળું કાપી કરી હત્યા

Back to top button