ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગાયકવાડ હવેલી વિસ્તારની હ્રદયદ્રાવક ઘટના, માતાએ જ ૧૦ મહિનાની દીકરીની બ્લેડ વડે ગળું કાપી કરી હત્યા

Text To Speech

અમદાવાદ, 7 જુલાઈ: ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ…’ કહેવતને ખોટી પાડતી ઘટના અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાંથી સામે આવી છે. જ્યાં 10 મહિનાની માસુમ દીકરીની તેની સગી જનેતાએ જ ગળું કાપી હત્યા કરી નાખી છે. પોતાનું જીવન સુખમય રીતે પસાર કરવાની ઘેલછામાં માતાએ પુત્રીની ઘાતકી રીતે હત્યા કરી નાખવાની કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માતાને પોતાના પતિ સાથે અણબનાવ હતો. અને તેને પોતાના પતિથી તલાક જોઇતા હતા. અને  બીજા લગ્ન કરવા હતા. પરંતુ પુત્રીને કારણે તલાકમાં વિલંબ થતો હતો. અને આખરે માતાએ પુત્રીને જ રસ્તાનો કાંટો સમજી કાઢી નાખવા, ક્રૂર માતાએ પોતાની જ ૧૦ મહિનાની દીકરીને નવડાવવાના બહાને બાથરૂમમાં લઇ ગઈ અને શેવિંગ કરવાની બ્લેડ વડે ગળું કાપી હત્યા કરી નાંખી.બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ગાયકવાડ પોલીસે માતાની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.

આ પણ વાંચો :અદાણી સામે આંતરરાષ્ટ્રીય ષડયંત્ર! હિંડનબર્ગે બે મહિના પહેલા ક્લાયન્ટ સાથે રિપોર્ટ શેર કર્યો હતો: મોટો ઘટસ્ફોટ

Back to top button