એજ્યુકેશનટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NTAએ નીટ 2024 રીટેસ્ટના પરિણામ કર્યા જાહેર, જૂઓ કેવી રીતે જાણી શકશો?

Text To Speech
  • સત્તાવાર વેબસાઇટ Questions.nta.ac.in/NEET પર જોઈ શકાશે પરિણામ
  • 23 જૂન 2024 ના રોજ લેવાયેલી પરીક્ષામાં 813 ઉમેદવારો રહ્યા હતા હાજર

નવી દિલ્હી, 1 જુલાઈ : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આજે ​​નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG 2024)ની રી-ટેસ્ટનું પરિણામ જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો તેઓ હવે સત્તાવાર વેબસાઇટ Questions.nta.ac.in/NEET દ્વારા તેમનો સ્કોર ચકાસી શકે છે.

813 ઉમેદવારોએ આપી હતી પરીક્ષા

આ વર્ષની શરૂઆતમાં “ગ્રેસ માર્ક્સ” અને “પેપર લીક” મુદ્દાઓથી પ્રભાવિત 1,563 ઉમેદવારો માટે પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા 23 જૂન, 2024 ના રોજ બપોરે 2:00 PM થી 5:20 PM દરમિયાન લેવામાં આવી હતી, જેમાં 813 ઉમેદવારોએ હાજરી આપી હતી. NEET રીટેસ્ટની પ્રોવિઝનલ આન્સર કી અને OMR જવાબ પત્રકો તેમજ રેકોર્ડ કરેલા પ્રતિભાવોની સ્કેન કરેલી નકલો પણ સામેલ કરવામાં આવી હતી.

આ પ્રતિભાવોને પડકારવા માટે ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. નિષ્ણાતો દ્વારા પડકારોની સમીક્ષા કરવામાં આવી હતી અને અંતિમ પરિણામ માન્ય જવાબ કીના આધારે તૈયાર કરવામાં આવ્યું હતું. રિટેસ્ટની અંતિમ આન્સર કી NTAની અધિકૃત વેબસાઈટ પર રીલીઝ કરવામાં આવી છે.

આ પણ વાંચો : NEET-UG પરીક્ષા પ્રકરણમાં ગોધરાની જલારામ શાળાના માલિકની ધરપકડ

NEET રિ-ટેસ્ટ 2024નું પરિણામ કેવી રીતે ચેક કરવું..?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ-(https://exams.nta.ac.in/NEET/) પર જાઓ.
  • તે પછી પરિણામ લિંક પર ક્લિક કરો.
  • તમારા લૉગિન-ઓળખપત્રો દાખલ કરો.
  • પરિણામ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • ચકાસણી કર્યા પછી ઉમેદવારો સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
  • તમે ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો.

આ પણ વાંચોઃ શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 200 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પણ 24000ને પાર

Back to top button