ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 200 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પણ 24000ને પાર

Text To Speech
  • ડૉલર સામે રૂપિયો 6 પૈસા ઘટીને 83.40 પર પહોંચ્યો
  • પતંજલિ ફૂડ્સના શેરમાં 4%નો વધારો
  • Zomatoના શેરમાં 2%નો ઘટાડો

નવી દિલ્હી, 1 જુલાઈ, 2024 : આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં ઉતાર-ચઢાવ હોવા છતાં બજારમાં ખરીદી પાછી ફરતી જોવા મળી રહી છે.

સેન્સેક્સ 200 પોઇન્ટ ઉછળી 79,230ના સ્તરે, રૂપિયો 6 પૈસા ઘટ્યો

આજે સવારે 9:47 વાગ્યે બીએસઇનો 30 શેર ધરાવતો સેન્સેક્સ 198.05 (0.25%) પોઈન્ટના વધારા સાથે 79,230.78 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી 56.91 (0.24%) પોઈન્ટ વધીને 24,067.50 પર પહોંચ્યો હતો. આજે સોમવારે બજાર ખુલ્યા બાદ પતંજલિ ફૂડ્સના શેરમાં 4%નો વધારો નોંધાયો હતો જ્યારે Zomatoના શેરમાં 2%નો ઘટાડો થયો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો 6 પૈસા ઘટીને 83.40 પર પહોંચ્યો હતો.

આ પણ વાંચો : મોંઘવારીના મોરચે રાહત : કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો

ડાઉ જોન્સ 0.12ના ઘટાડે થઇ રહ્યો છે ટ્રેડ

ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે બીએસઇનો સેન્સેક્સ 79,032.73 પર તથા એનએસઈનો નિફ્ટી ઇન્ડેક્સ 24,010.60 પર બંધ રહ્યો હતો. આજે બેન્ક નિફ્ટી પણ 0.12 ટકાના ઉછાળા સાથે 52415 પર ટ્રેડ થઇ રહ્યો છે જયારે ડાઉ જોન્સ 0.12 ટકાના ઘટાડે 39118 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ ચીની રોકેટ તીયાનલોંગ-3 પરીક્ષણ દરમિયાન ક્રેશ, લોન્ચિંગ બાદ ગોંગી શહેરમાં પડ્યું

Back to top button