‘વીર સાવરકર’ હવે ઓટીટી પર ધમાલ મચાવશે, જાણો ક્યારે જોઈ શકશો?
- રણદીપ હુડ્ડાએ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’માં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેણે પોતાની દિગ્દર્શક તરીકેની કારકિર્દી પણ આ ફિલ્મ દ્વારા શરૂ કરી હતી. થિયેટરો પછી, ફિલ્મ હવે OTT પર રીલીઝ માટે તૈયાર છે.
2 એપ્રિલ, મુંબઈઃ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર‘ની બાયોપિક 22 માર્ચ 2024ના રોજ રીલીઝ કરવામાં આવી હતી. આ દિવસે રાષ્ટ્રીય શહીદ દિવસ પણ હોય છે. આ ફિલ્મને દર્શકોનો પ્રેમ તો મળ્યો, પરંતુ ફિલ્મે ધાર્યા કરતા ઓછો બિઝનેસ કર્યો હતો. રણદીપ હુડ્ડાએ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’માં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેણે પોતાની દિગ્દર્શક તરીકેની કારકિર્દી પણ આ ફિલ્મ દ્વારા શરૂ કરી હતી. થિયેટરો પછી, ફિલ્મ હવે OTT પર રીલીઝ માટે તૈયાર છે. જાણો આ ફિલ્મ ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રીલીઝ થઈ રહી છે.
રાજનેતા વિનાયક દામોદર સાવરકરની બાયોપિક
‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ની વાર્તા લેખક અને રાજકારણી વિનાયક દામોદર સાવરકરના જીવન પર આધારિત છે, તેમને વીર સાવરકર તરીકે ઓળખવામાં આવતા હતા. ફિલ્મના રિવ્યુને લઈને સોશિયલ મીડિયા પણ બે જૂથમાં વહેંચાઈ ગયું છે. એક તરફ, કેટલાક લોકો કહે છે કે ફિલ્મમાં સાવરકરની બહાદુરી જોઈને લોકોના રૂંવાડા ઊભા થઈ ગયા છે, તો બીજી તરફ કેટલાક લોકો કહી રહ્યા છે કે આ ફિલ્મ પ્રોપેગેન્ડા છે. જોકે રણદીપે પોતાના દરેક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે આ ફિલ્મ કોઈ પણ રીતે રાજકારણ કે ચૂંટણી સાથે સંબંધિત નથી.
કયા પ્લેટફોર્મ પર ક્યારે જોઈ શકાશે?
ફિલ્મને દર્શકો ઉપરાંત સમીક્ષકોની પણ પ્રશંસા મળી રહી છે. દર્શકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે ફિલ્મ ઓટીટી પર ક્યારે રીલીઝ થશે? સૂત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઝી-5 પર જોઈ શકાય છે. જોકે તેને લઈને હજુ કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી. આ ફિલ્મ મે 2024ના અંત સુધી અથવા તો જૂન 2024ની શરૂઆતમાં રીલીઝ થાય તેવી શક્યતાઓ છે. આ ફિલ્મે અત્યાર સુધી માત્ર 12.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
આ પણ વાંચોઃ રોજ રોજ થઈ રહ્યો છે માથાનો દુખાવો? આ હોઈ શકે છે કારણો