ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

રોજ રોજ થઈ રહ્યો છે માથાનો દુખાવો? આ હોઈ શકે છે કારણો

  • વારંવાર અને કદાચ રોજ માથાનો દુખાવો વ્યક્તિને પરેશાન કરી શકે છે. માથાના દુખાવોને કારણે માથાની સાથે સાથે આંખોમાં કે ગરદનમાં પણ દુખાવો થઈ શકે છે. માથાનો દુખાવો ક્યારેક એટલો સખત હોય છે કે તે ક્યારેક બેચેનીનું કારણ પણ બને છે.

માથાના દુખાવાની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન છે. ક્યારેક માથાનો દુખાવો થવો સામાન્ય બાબત છે, પરંતુ વારંવાર અને કદાચ રોજ માથાનો દુખાવો વ્યક્તિને પરેશાન કરી શકે છે. માથાના દુખાવોને કારણે માથાની સાથે સાથે આંખોમાં કે ગરદનમાં પણ દુખાવો થઈ શકે છે. માથાનો દુખાવો ક્યારેક એટલો સખત હોય છે કે તે ક્યારેક બેચેનીનું કારણ પણ બને છે. માથાનો દુખાવો ઘણા પ્રકારનો હોય છે જેમ કે સ્ટ્રેસ, માઈગ્રેન, ક્લસ્ટર માથાનો દુખાવો અને સાઇનસનો દુખાવો. અલગ-અલગ દુખાવો થવાના કારણો પણ અલગ-અલગ હોય છે. જો તમને દરરોજ માથાનો દુખાવો થતો હોય તો તેના કારણો જાણવા જરૂરી છે.

દરરોજ માથાનો દુખાવો થવાના કારણો

રોજ રોજ થઈ રહ્યો છે માથાનો દુખાવો? આ હોઈ શકે છે કારણો hum dekhenge news

ચિંતા અને તણાવ

આજકાલ ચિંતા અને તણાવ માથાના દુખાવાનું મુખ્ય કારણ બની રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોની ભૂખ અને ઊંઘ પર પણ અસર થાય છે. જેના કારણે માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે.

ઊંઘની સમસ્યા

જે લોકોને અનિદ્રાની સમસ્યા હોય છે તેમને સવારે ઉઠ્યા પછી માથાનો દુખાવો થાય છે. ઊંઘની ઉણપ અથવા ખરાબ ઊંઘની પેટર્ન પણ માથાનો દુખાવો વધારે છે. સારી ઊંઘથી શરીર અને મન રિચાર્જ થાય છે.

ડિહાઈડ્રેશન

જો તમે ઓછું પાણી પીઓ છો અને શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા રહે છે, તો તે પણ માથાના દુખાવાનું કારણ બની શકે છે. ઘણીવાર ઓછું પાણી પીવાથી એસિડિટી અને માથાના દુખાવાની સમસ્યા પણ વધી જાય છે.

આંખોને સ્ટ્રેસ

સ્ક્રીનને લાંબા સમય સુધી જોવાથી પણ આંખો પર સ્ટ્રેસ આવે છે. જે લોકો કોમ્પ્યુટર અથવા ફોનનો વધુ ઉપયોગ કરે છે તેઓ માથાના દુખાવાની સમસ્યાથી પીડાય છે. જો તમારી દૃષ્ટિ નબળી છે તો પણ માથાનો દુખાવો થઈ શકે છે.

સાઈનસની સમસ્યા

વારંવાર માથાનો દુખાવો એ સાઈનસ ઇન્ફેક્શનના લક્ષણો હોઇ શકે છે. જો તમે સાઇનસના દર્દી છો અથવા તેના લક્ષણો અનુભવવા લાગ્યા છે, તો તેનો ઈલાજ કરવો જરૂરી છે.

હોર્મોનલ ચેન્જ

જે લોકોના શરીરમાં હોર્મોનલ ફેરફાર થાય છે તેમને માથાનો દુખાવો થવાની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને પીરિયડ્સ કે મેનોપોઝ દરમિયાન મહિલાઓને સતત માથાનો દુખાવો રહે છે.

કેફીન

જો તમે દરરોજ કેફીન લેતા હોવ અને જો તમને કેફીન ઓછું મળે તો તમને માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. ઘણી વખત ચા અને કોફી પીધા પછી લોકોને માથાના દુઃખાવાથી રાહત મળે છે. આવા લોકોને કેફીનની ઉણપથી માથાનો દુખાવો થવા લાગે છે.

આ પણ વાંચોઃ ગરમીમાં માટલાનું પાણી પીતી વખતે ન કરશો આ ભૂલો, થશે મોટું નુકસાન

Back to top button