ટ્રેન્ડિંગબિઝનેસ

હવે બેંક એકાઉન્ટ વિના પણ UPI ચાલશે! બાળકો પણ ઓનલાઈન પેમેન્ટ કરી શકશે, જાણો સંપૂર્ણ વિગત

RBI Junio Payments: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બદલાતી ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને Junio Payments પ્રાઇવેટ લિમિટેડ ને ડિજિટલ વોલેટ સેવાઓ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ સેવાનો ઉપયોગ એવા યુઝર્સ પણ કરી શકશે જેમની પાસે પોતાનું બેંક એકાઉન્ટ નથી.

આજે ભારત વિશ્વના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા દેશોમાં સામેલ છે. નાની દુકાનોથી લઈને મોટા મોલ સુધી, લોકો ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. ડિજિટલ પેમેન્ટ માટે સામાન્ય રીતે બેંક ખાતાની જરૂર પડે છે, પરંતુ RBIની આ નવી મંજૂરી બાદ Junio ટૂંક સમયમાં UPI સાથે જોડાયેલું એક નવું ડિજિટલ વોલેટ લોન્ચ કરશે, જેનો ઉપયોગ બેંક ખાતા વગર પણ થઈ શકશે.

Junio પેમેન્ટ્સ બાળકોને સમજદારીથી ખર્ચ કરતા શીખવશે

અંકિત ગેરા અને શંકર નાથે બાળકો અને યુવાનો માટે ‘જૂનિયો’ (Junio) એપની શરૂઆત કરી છે. આ એપનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને જવાબદારીપૂર્વક પૈસા ખર્ચ કરવાનું અને બચતની આદત શીખવવાનો છે.

Junio પેમેન્ટ્સનો ઉપયોગ કરવા માટે, બાળકોના માતા-પિતા આ વોલેટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ સાથે, તેઓ બાળકો માટે ખર્ચની મર્યાદા (Spending Limit) નક્કી કરવા ઉપરાંત દરેક ટ્રાન્ઝેક્શન પર નજર રાખવાની સુવિધા પણ મેળવે છે.

એપમાં ‘ટાસ્ક રિવોર્ડ’ અને ‘સેવિંગ ગોલ્સ’ જેવી આકર્ષક સુવિધાઓ પણ છે, જે બાળકોને નાણાકીય સમજદારી વિકસાવવામાં મદદ કરે છે. અત્યાર સુધીમાં 20 લાખ (2 મિલિયન) થી વધુ યુવાનોએ જૂનિયો પેમેન્ટ્સ એપનો ઉપયોગ કર્યો છે.

Junio પેમેન્ટ્સ કેવી રીતે કામ કરે છે?

જૂનિયોની સૌથી ખાસ વાત એ છે કે, હવે બાળકો બેંક એકાઉન્ટ વગર પણ UPI QR કોડ સ્કેન કરીને સરળતાથી પેમેન્ટ કરી શકશે.

આ સુવિધા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના ‘UPI સર્કલ ઇનિશિયેટિવ’ સાથે જોડાયેલી છે. આના દ્વારા, માતા-પિતા તેમના પોતાના UPI એકાઉન્ટને બાળકના જૂનિયો વોલેટ સાથે લિંક કરી શકે છે. આ એપથી બાળકોમાં નાણાકીય સમજ કેળવવામાં સરળતા રહેશે અને તેઓ શીખી શકશે કે પૈસા કેવી રીતે ખર્ચવા જોઈએ અને કઈ રીતે બચત કરી શકાય છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
Back to top button