‘હવે ભારતનો સમય આવી ગયો છે, તે વિશ્વની નંબર 1 અર્થવ્યવસ્થા બનશે…’ : રાજનાથ સિંહ
- ભારતને લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહે આપ્યું નિવેદન
- હવે ભારતનો સમય આવી ગયો છે : રાજનાથ સિંહ
- ભારત વિશ્વની નંબર 1 અર્થવ્યવસ્થા બનશે : રક્ષામંત્રી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થામાં તાજેતરના ભૂતકાળમાં ઘણો સુધારો થયો છે, જે વિશ્વ માટે એક ઉદાહરણ બની શકે છે. તેમણે કહ્યું કે રેટિંગ એજન્સીઓ અનુસાર, ભારત 2027માં વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ જશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે અમૃત કાલ એટલે કે આઝાદીના 100 વર્ષ પૂરા થતાં સુધીમાં ભારત વિશ્વની ટોચની અર્થવ્યવસ્થા બની જશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે GST અને ઈન્કમ ટેક્સના કલેક્શનમાં વધારો થોડા વર્ષો પહેલા સુધી કલ્પના બહારની વાત હતી.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ‘અપના ટાઈમ આયેગા’ કહેતા લાંબો સમય થઈ ગયો છે. પરંતુ આજે હું બધાની સામે કહેવા માંગુ છું કે ‘અપના ટાઈમ આ ગયા’. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના ભાષણમાં કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપથી વધી રહી છે અને તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા હવે વિશ્વની ‘ફ્રેજીલ 5’ થી ફેબ્યુલસ 5 અર્થતંત્રમાં બદલાઈ ગઈ છે.
દેશે આઈટી ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે દેશે આઈટી સેક્ટરના દરેક ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે. પહેલા દેશમાં મોબાઈલ ફોનની આયાત થતી હતી, પરંતુ હવે અહીંથી બનેલા મોબાઈલની સમગ્ર વિશ્વમાં નિકાસ થઈ રહી છે. Appleએ આ વર્ષે ભારતમાંથી $1 બિલિયનના ફોનની નિકાસ કરી છે. દેશમાં આજે સૌથી સસ્તી મોબાઈલ ડેટા સેવા ઉપલબ્ધ છે. ભારતમાં 5G સેવા ઈન્ટરનેટ સેવા શરૂ થઈ ગઈ છે અને 6G માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે પહેલા ભારતની વાર્ષિક નિકાસ માત્ર $300 બિલિયન હતી. જ્યારે આ વર્ષના આંકડા મુજબ ભારતે $750 બિલિયનની નિકાસ કરી છે. આ વર્ષે દેશમાં સૌથી વધુ વિદેશી રોકાણ (FDI) આવ્યું છે.
આ પણ વાંચો : રામ નવમીની ઉજવણી દરમિયાન વેણુગોપાલ સ્વામી મંદિરમાં લાગી ભીષણ આગ, જુઓ Video