યુટિલીટી

હવે ચેક બાઉન્સ થયો તો ગયા સમજો, કેન્દ્ર લાવવા જઈ રહ્યું છે આ નવા નિયમો..

Text To Speech

નજીકના ભવિષ્યમાં ચેક બાઉન્સ થશે તો ખાતેદારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ચેક બાઉન્સના વધી રહેલા કેસો પર નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર નવા નિયમો લાગુ કરવાની તૈયારીમાં છે. નાણા મંત્રાલય ચેક બાઉન્સના કેસમાં ખાતેદારના અન્ય ખાતામાંથી નાણા કાપી લેવા તથા આવા પ્રકારની ઘટનાઓમાં ખાતેદાર પર નવું ખાતુ ખોલવા પર રોક મુકવા જેવા પગલાં ભરવા વિચારણા કરી રહ્યું છે.

ચેક બાઉન્સના વધી રહેલા કેસોને જોતા મંત્રાલયે હાલમાં જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં આ પ્રકારના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.ચેક બાઉન્સના કેસોને કારણે કાયદાની વ્યવસ્થા પર અસહ્ય ભારણ વધ્યું છે. તેથી નવા સૂચનો સરકાર સમક્ષ રજૂ થયા છે. જે અનુસાર ચેક ઇસ્યુ કરનારાના ખાતામાં પૂરતા પૈસા ના હોય તો તેના અન્ય ખાતામાંથી રકમ કાપી લેવામાં આવે.

આ પણ વાંચો : ગુજરાતના આ બીચ પર 20થી 30 ઓક્ટોબર સુધી સ્કૂબા ડાઈવીંગનું બુકિંગ ફૂલ…

સૂત્રોએ જણાવ્યું હતું કે અન્ય સૂચનોમાં ચેક બાઉન્સના કેસને લોનના હપ્તા ચૂકી જવાના કેસ તરીકે લેવા તથા તેની જાણકારી ધિરાણ આપતી કંપનીઓને આપવા જેવા સૂચનો સામેલ છે.તેના દ્વારા જેનો ચેક બાઉન્સ થયો હોય તેનો સ્કોર ઓછો કરી શકાય. મંત્રાલયે જણાવ્યું હતું કે આ સૂચનોનો સ્વીકાર કરતા પહેલા કાયદાકીય પરામર્શ કરવામાં આવશે. સરકારનો આશય કોર્ટમાં ચેક બાઉન્સના કેસો ઘટાડવાનો છે. સાથે જ ખાતામાં પૈસા ન હોવા છતાં ચેક ઇસ્યુ કરવાની માનસિકતા પર અંકુશ મેળવવાનો છે.

Back to top button