ટ્રાવેલ

ગુજરાતના આ બીચ પર 20થી 30 ઓક્ટોબર સુધી સ્કૂબા ડાઈવીંગનું બુકિંગ ફૂલ…

Text To Speech

દિવાળીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આથી લોકો અત્યારથી જ દિવાળીના વેકેશનમાં બહારગામ જવાની તૈયારીમાં લાગી ગયા છે. જન્માષ્ટમી બાદ દિવાળીના તહેવારમાં લાંબી રજા મળતી હોય છે. આથી વેકેશનનો લાભ લઈને ફરવા જતા લોકોમાં ચાલુ વર્ષે હાલારમાં કેમ્પ અને બીચ સાઈટનો ક્રેઝ વધ્યો છે. દ્રારકા નજીક શિવરાજપુર બીચ આવેલો છે. જયાં વૉટર રાઈડ અને સ્કુબા ડાઇવિગ હોવાથી લોકોમાં તેનું એક અલગ જ આકર્ષણ છે.

ગુજરાતના આ બીચ પર 20થી 30 ઓક્ટોબર સુધી સ્કૂબા ડાઈવીંગનું બુકિંગ ફૂલ- humdekhengenews

આથી દ્વારકા જિલ્લામાં આવેલા મોટા ભાગની કેમ્પ સાઈટ અત્યારથી જ ફૂલ થઈ ગઇ છે. આટલું જ નહીં શિવરાજપુરના બીચમાં સ્કુબા ડાઇવિંગ માટે તા. 20 થી 30 ઓક્ટોબર સુધીનું બુકિંગ ફુલ થઈ ગયું છે. બીજી બાજુ જામનગર જિલ્લામાં નરારા ટાપુ અને ખીજડીયા પક્ષી અભ્યારણ્ય પણ આકર્ષણનું કેન્દ્ર છે. દિવાળી વેકશનમાં મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેશે.

ગુજરાતના આ બીચ પર 20થી 30 ઓક્ટોબર સુધી સ્કૂબા ડાઈવીંગનું બુકિંગ ફૂલ- humdekhengenews

આ પણ વાંચો : દિવાળીની રજાઓમાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે, દક્ષિણ ભારતનું ‘કુન્નુર’ : નોંધી લો વિગતો

ઉલ્લેખનીય છે કે શિવરાજપુર બીચને કેન્દ્ર સરકાર દ્વારા બ્લુ ફ્લેગ બીચની યાદીમાં સમાવવામાં આવ્યો છે. જેના કારણે રજાઓ દરમિયાન અહીં મુલાકાતીઓની ભારે ભીડ જામે છે. ખાસ કરીને જે લોકો ગોવા જેવા ક્લીન અને બ્લુ વોટર વાળા બીચની મુલાકાત લેવાનું પસંદ કરે છે, તેમના માટે આ ડેસ્ટિનેશન સ્વર્ગથી કમ નથી.

Back to top button