ખેરાલુ તાલુકાના આ ત્રણ ગામોમાં એક પણ મત ન પડ્યો, જાણો શું છે કારણ
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા પૂર્ણ થવામાં ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં 3 વાગ્યા સુધી 50 ટકા તો અમદાવાદમાં 44.67 ટકા મતદાન, દાહોદમાં સૌથી ઓછું તો સાબરકાંઠામાં સૌથી વધુ મતદાન થયું છે. ત્યારે આ વચ્ચે ખેરાલુ તાલુકાના ત્રણ ગામમાં હજું સુધી એક પણ મત પડ્યો નથી.
ગામલોકોએ મતદાનનો કર્યો બહિષ્કાર
મહેસાણા તાલુકાના ખેરાલુ તાલુકાના ત્રણ ગામોના મતદારોમાં નારાજગી જોવા મળી છે. ખેરાલુ તાલુકાના ડાઓલ, ડાલીસણા અને વરેઠા ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. જેથી આ ત્રણ ગામના કોઇ પણ વ્યક્તિએ મતદાન કર્યું નથી.
પાણીના મુદ્દે ગામ લોકોમાં નારાજગી
ખેરાલુ તાલુકાના ડાઓલ, ડાલીસણા અને વરેઠા ગામના લોકો ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ ગામના તમામ લોકો પાણીના મુદ્દે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. છેલ્લા ઘણા સમયથી આ ત્રણ ગામના લોકો પાણીના મુદે રજુઆત કરી રહ્યા હતા પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ નિરાકણ ન આવતા ગામના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
ચૂંટણી વિભાગે મતદારોને સમજાવ્યા
ખેરાલુ તાલુકાના આ ત્રણ ગામોમાં 5,000 થી વધુ મતદારો છે. અને તેઓ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરાતા ચૂંટણી વિભાગના કર્મચારીઓ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા. અને ચૂંટણી વિભાગે પાણી આપવાનું આશ્વાસન આપીને ગ્રામજનોને મતદાન કરવા કહ્યું હતું, પરંતુ કોઇ મતદાન કરવા માટે માન્યું નહી. પાણીના મુદ્દે લડત ચલાવી રહેલા આ ત્રણે ગામોમાં સવારથી ચૂંટણી સ્ટાફની સાથે સાથ પોલીસ બંદોબસ્ત પણ તહેનાત કરાયો હતો. અહીં ઇવીએમ મશીન પણ ફાળવી દેવામાં આવ્યા છે પરંતુ મત આપવા માટે મતદારો ફરક્યા નથી.
આ પણ વાંચો :પીઠી ચોળી મતદાન કરવા પહોંચી કન્યા, મતદારોને પ્રથમ મતદાન કરવા કરી અપીલ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ મતદાન નહી
ખેરાલુ તાલુકાના ડાઓલ, ડાલીસણા અને વરેઠા ગામના લોકોએ છેલ્લા ઘણા સમયથી પાણીના મુદ્દે લડત લડી રહ્યા છે. તેઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ મતદાન કર્યું નોહતું. છતા કોઇ પરિણામ ન મળતા આ ચૂંટણીમાં પણ મતદાનનો બહિષ્કાર કર્યો છે.