ટ્રેન્ડિંગયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

NOKIAનો ક્લાસિક Nokia 3210 મોડલ નવા અપડેેેેટ સાથે થશે રિલોન્ચ

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક, 9 મે: એક સમયે સ્માર્ટફોન કંંપની HMD Global એ ફરીવાર Nokiaનો નવો ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેમાં માર્કેટમાંં 25 વર્ષ પછી ફરીવાર Nokia 3210ની નવા અપડેટ્સ સાથે લેટેસ્ટ વર્ઝન લોન્ચ કરશે. જેમાંં યુટ્યુબ શોર્ટ્સ, સ્નેક અનેેે બલુન ગેમ્સ સહિત અન્ય એપ્સ પણ જોવા મળશે. Nokia 3210 ઘણા બધા આધુનિક ફિચર્સ સાથે નવી પેઢીને આકર્ષવા ફોનના ગ્રંંજ બ્લેક, Y2K ગોલ્ડ અને સ્કૂૂબા બ્લૂ  એમ કુલ ત્રણ કલર ઓપ્શન આપશે, તો જાણીએ આ ફિચર ફોન વિશે ડીટેેેલમાંં.

 Nokia 3210 2024ની વિશેષતા

Nokia 3210 2024 ક્લાસિક T9 કીબોર્ડ અને સિગ્નેેચર સ્નેક ગેમ સાથે આવશે છે. આ સાથે 4G કનેક્ટિવિટી, QVGA રિઝોલ્યુશન સાથેની 2.4 ઇંચ TFT LCD અને LED ફ્લેશ સાથે 2 MP કેમેરા પણ આવશે. આ ફિચર ફોનમાં યુટ્યુબ શોર્ટ્સ, સમાચાર, હવામાન અને કેટલીક જેવી કેટલીક મૂળભૂત ક્લાઉડ એપ્સ હશે. ફોન S30+ સિસ્ટમ પર ચાલે છે અને યુનિસોક T107 ચિપસેટ, 64MB RAM અને 128MB સ્ટોરેજ સાથે આવે છે, જે માઇક્રોએસડી દ્વારા 32GB સુધી વધારી શકાય છે.  હેન્ડસેટમાં બ્લૂટૂથ 5.0, 3.5 mm, હેડફોન જેક, FM રેડિયો અને 1,450 mah બેટરીનો સમાવેશ થાય છે. આ સિવાય કંપનીએ દાવો  કર્યો છે આ ફોનમાંં Nokia 3210 કૉલિંગના 9.8 કલાક સુધી ટકી શકે છે, અને થોડા દિવસોનો સ્ટેન્ડબાય સમય ઓફર કરે છે. ફોન USB-C પોર્ટ દ્વારા ચાર્જ થાય છે.

Nokia 3210 2024 કિંમત

નોકિયાનો આ ક્લાસિક ફિચર ફોન નવા અપડેેટ્સ સાથે વૈશ્વિક સ્તરે લોન્ચ થશે. આ ફોન આફ્રિકા, ભારત, મધ્ય પૂર્વમાં લોન્ચ કરવામાં આવશે. ફોનની કિંમત અલગ-અલગ માર્કેટમાં અલગ-અલગ હશે.નોકિયા 3210ના આ લેટેસ્ટ વર્ઝનને ડિજિટલ ડિટોક્સ તરીકે પણ યુઝ કરી શકાય છે. હાલમાં, નોકિયા 3210 ની ભારતમાં કિંમત કેટલી હશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. જોકે, યુકેના માર્કેટમાંં તેની કિંમત £75 છે અને ભારતમાં તેની કિંમત લગભગ 4,000 રૂપિયા થવાની સંભાવના છે.

Back to top button