ટ્રેન્ડિંગનેશનલ

એલ્વિશ યાદવ કેસમાં નોઈડા પોલીસની કડક કાર્યવાહી, વધુ બે આરોપીની ધરપકડ

  • દિલ્હી NCR અને હરિયાણાના ઘણા ફાર્મ હાઉસમાં રેવ પાર્ટીઓનું આયોજન કરવાના બદલ થઈ ધરપકડ

નવી દિલ્હી, 20 માર્ચ: એલ્વિશ યાદવની ધરપકડ બાદથી રેવ પાર્ટીઓમાં સાપની દાણચોરી અને તેના ઝેરનો મુદ્દો ચર્ચામાં છે. નોઈડા પોલીસ આ મામલે ઝડપથી કાર્યવાહી કરી રહી છે. આ કેસમાં એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં, આ કેસમાં નોઈડા પોલીસ વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી NCR અને હરિયાણાના ઘણા ફાર્મ હાઉસમાં રેવ પાર્ટીઓનું આયોજન કરવાના આરોપમાં આ લોકો ધરપકડ કરવામાં આવી છે.

 

વધુ બે આરોપીઓની ધરપકડ

એલ્વિશ યાદવ સાથે સંબંધિત સાપ અને તેના ઝેરની તસ્કરીના મામલામાં એક મોટું અપડેટ બહાર આવ્યું છે. નોઈડા પોલીસે ઈશ્વર અને વિનય નામના વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. એલ્વિશ યાદવની ધરપકડ બાદ પોલીસની તપાસ ઝડપથી આગળ વધી રહી છે, જે બીજા ઘણા લોકોની ધરપકડ તરફ ઈશારો કરી રહી છે. નોઈડા પોલીસ પૂછપરછ માટે ઘણા મોટા નામોને નોટિસ મોકલી શકે છે. આ કેસમાં અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ સમગ્ર મામલો શું છે, તે જાણો ?

નોઈડા પોલીસે એલ્વિશ યાદવ પર 29 NDPS એક્ટ લગાવ્યો છે. 29 NDPS એક્ટ ત્યારે લાગુ કરવામાં આવે છે જ્યારે કોઈ ડ્રગ્સ સંબંધિત ષડયંત્રમાં સામેલ હોય જેમ કે ડ્રગ્સની ખરીદી અને વેચાણ. આ કાયદા હેઠળ નોંધાયેલા આરોપીઓને સરળતાથી જામીન મળતા નથી. ગયા વર્ષે, પીપલ ફોર એનિમલ્સ (PFA) સંગઠનની ફરિયાદના આધારે, નોઇડા પોલીસે સેક્ટર 51 સ્થિત બેન્ક્વેટ હોલમાં દરોડો પાડ્યો હતો અને પાંચ લોકોની ધરપકડ કરી હતી.

પીપલ ફોર એનિમલ્સનો શું છે દાવો?

PFAએ તેની FIRમાં એલ્વિશ યાદવનું નામ પણ લીધું હતું અને તેના પર રેવ પાર્ટીઓનું આયોજન કરવાનો આરોપ લગાવ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તેઓએ વિદેશીઓને આમંત્રણ આપ્યું હતું અને ઝેરી સાપની વ્યવસ્થા કરી હતી. ઉલ્લેખનીય છે કે, દરોડા દરમિયાન નવ ઝેરી સાપ મળી આવ્યા હતા. પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ સાપના ઝેરની ગ્રંથીઓ કાઢવી એ સજાપાત્ર ગુનો છે અને ગુનેગારને સાત વર્ષની જેલ થઈ શકે છે. એલ્વિશ યાદવ તાજેતરમાં ગુરુગ્રામમાં સાગર ઠાકુર (મેક્સ્ટર્ન) નામના યુટ્યુબરને મારવા બદલ પણ ચર્ચામાં રહ્યો હતો. હાલ કોર્ટે એલ્વિશ યાદવને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. જેલ સત્તાવાળાઓ તરફથી આવી માહિતી મળી હતી કે એલ્વિશ યાદવની જેલમાં પ્રથમ રાત બેચેની અને નિરાશામાં પસાર થઈ હતી. મંગળવારે તેને ક્વોરેન્ટાઈન સેલમાંથી હાઈ સિક્યોરિટી સેલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ જુઓ: સોનમ વાંગચુકની ચેતવણી, ‘ચીને લદ્દાખમાં જમીન પર કબજો કર્યો, હું LAC સુધી રેલી કરી વાસ્તવિકતા બતાવીશ’

Back to top button