23 લાખમાં ગોલ્ડન વિઝા, આવી કોઇ જ યોજના નથીઃ UAEએ ફગાવ્યા અહેવાલો

દુબઇ, 10 જુલાઇ, 2025: બે દિવસ પહેલા યુએઇ ૨૩ લાખ રૂપિયામાં આજીવન ગોલ્ડન વિઝા આપશે તેવા અહેવાસો સામે આવ્યા હતા. જોકે હવે યુએઇના અધિકારીઓએ કહ્યું છે કે હાલ ગોલ્ડન વિઝા આપવાની સરકારની કોઇ યોજના નથી. તેની સાથે યુએઇ ગોલ્ડન વિઝા આપશે તેવા આંતરરાષ્ટ્રીય મીડિયાના રિપોર્ટને પણ ફગાવ્યા છે.
યુએઇની ફેડરલ ઓથોરિટી આઇસીપીએ યુએઇ દ્વારા કેટલાક દેશોના નાગરિકોને આજીવન ગોલ્ડન વિઝા આપવાની વાત ફગાવી હતી. સાથે જ કહ્યું હતું કે યુએઇના તમામ ગોલ્ડન વિઝાની અરજીઓ માટેના તમામ નિયમો અગાઉથી જ કાયદામાં દર્શાવવામાં આવેલા છે. ગોલ્ડન વિઝા અંગે જે પણ લોકો જુઠા અહેવાલો ફેલાવી રહ્યા છે તેમની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.
નોંધનીય છે કે અગાઉ એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે યુએઇએ પોતાના વિઝા નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. અને એક ચોક્કસ રકમમાં યુએઇ આજીવન નાગરિકતા આપી શકે છે જેને ગોલ્ડન વિઝા તરીકે ઓળખવામાં આવે છે. આ વિઝા ભારતીયોને મળશે તેવો પણ દાવો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. જોકે હવે યુએઇએ આવી કોઇ યોજના ના હોવાની વાત કરી છે અને આ રિપોર્ટને ફગાવ્યો છે.
આ પણ વાંચોઃ સૂર્ય ગોચરઃ મિથુનથી કર્ક રાશિમાં જશે, સૂર્યદેવ ત્રણ રાશિઓને આપશે લાભ












