છેલ્લા ૧૦ વર્ષથી ઉદ્યોગો પર કોઈ દબાણ કરતું નથી: સાંભળો એરસેલના સ્થાપકની વ્યથા
- આજે કોઈ તમારા પર દબાવ નહીં બનાવી શકે: સી. શિવશંકરને ઉદ્યોગોની સ્વતંત્રતા વિશે કરી વાત
નવી દિલ્હી, 24 મે: એરસેલ, જે એક સમયે ભારતના ટેલિકોમ ક્ષેત્રની મુખ્ય કંપની હતી, તે તેના કાર્યકાળ દરમિયાન નવીનતા અને કનેક્ટિવિટીના આઇકોન તરીકે ઉભરી આવી હતી. ચિન્નાકન્નન શિવશંકરન દ્વારા સ્થપાયેલી આ કંપનીએ તે સમયે તેની સેવાઓ સાથે આકર્ષણ મેળવ્યું હતું, પરંતુ ટેલિકોમ ઓપરેટરની યાત્રા તેના પડકારો વિના રહી નથી, જેમાં ઉગ્ર સ્પર્ધા અને નિયમનકારી અવરોધોનો સમાવેશ થાય છે. જેના કારણે કંપની ફેબ્રુઆરી 2018માં માર્કેટમાંથી બહાર થઈ ગઈ હતી. ત્યારે હવે એક પોડકાસ્ટમાં કંપનીના ફાઉન્ડર સી. શિવશંકરને પૂછવામાં આવ્યું કે, તેમણે ત્યારે કંપનીને કેમ અન્યને વેચી નહીં, ત્યારે શિવશંકરને જવાબ આપ્યો કે “હું વેચી શકતો નથી, કારણ કે એક દાયકા પહેલા ભારત આવું નહોતું. આજે કોઈ પણ તમારા પર દબાણ કરી શકે નહીં.”
Have you heard the name of Aircel telecom company? It’s founder says
I was forced by then UPA government to sell my successfully running company AIRCEL to a particular person. Growing business was difficult then.
Now a lot has changed, No pressure on any businessman by govt pic.twitter.com/VJoAzqbugF
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 23, 2024
ચિન્નાકન્નન શિવશંકરને એક દાયકા પહેલાના અને આજના ઉદ્યોગોની સરખામણી કરી
રાજ શમાની દ્વારા હોસ્ટ કરાયેલા પોડકાસ્ટ ‘ફિગરિંગ આઉટ’ના તાજેતરના એપિસોડમાં, એરસેલના સ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને એક દાયકા પહેલાનો, એટલે કે UPA યુગનો તેમનો અનુભવ શેર કર્યો હતો અને મોદી શાસન હેઠળના વર્તમાન ઉદ્યોગોના દૃશ્ય સાથે તેની સરખામણી કરી હતી. પોડકાસ્ટ દરમિયાન, શિવશંકરને એક દાયકા પહેલાનો એક સમય યાદ કર્યો, જ્યારે ભારતમાં ઉભરતા ઉદ્યોગોએ ઘણા દબાણનો સામનો કરવો પડ્યો હતો. તેમણે આ દબાણોના બળજબરીવાળા સ્વભાવ તરફ ધ્યાન દોરતા કહ્યું, “જો તમારો વ્યવસાય વૃદ્ધિ કરવા લાગે છે, તો તમારા પર તેને ‘કોઈ ચોક્કસ વ્યક્તિને વેચવા’ માટે દબાણ કરવામાં આવતું હતું.“
જ્યારે હોસ્ટે તેમને એરસેલના વેચાણ વિશે પૂછ્યું, એટલે કે તેમણે એરસેલમાંથી કેટલી કમાણી કરી, ત્યારે શિવશંકરને કહ્યું કે, “મેં માત્ર 3400 કરોડ રૂપિયાની આંશિક રકમ બનાવી છે. જો મેં કંપનીને AT&Tને વેચી હોત, તો મેં 8 અબજ રૂપિયા(8 Billion) કમાયા હોત.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે પછી તેમણે અન્ય કોઈને કેમ કંપની વેચી નહીં, ત્યારે શિવશંકરને જવાબ આપ્યો કે “હું વેચી શકતો નથી, કારણ કે એક દાયકા પહેલા ભારત આવું નહોતું. આજે કોઈ તમારા પર આવું દબાણ લાવી શકે તેમ નથી. હવે તમે તમારો વ્યવસાય સેટ કરો, કોઈ તમારા પર દબાણ નહીં બનાવી શકે. હવે આ ઉદાર ભારત છે. તમે જે ઈચ્છો તે કરી શકો છો.“
એરસેલ માર્કેટમાંથી બહાર થવા વિશે
- નાણાકીય સમસ્યાઓના કારણે એરસેલને બંધ કરવી પડી હતી.
- તેની માલિકી મલેશિયાની મેક્સિસ ટેલિકોમ પાસે હતી, જેણે 2005માં US$1.08 બિલિયનમાં એરસેલમાં 74 ટકા હિસ્સો ખરીદ્યો હતો.
- 2017 સુધીમાં, એરસેલ ગંભીર નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહી હતી અને આખરે તેની કામગીરી બંધ કરવામાં આવી હતી અને કંપનીએ 2018માં નાદારી નોંધાવી હતી.
- ઑક્ટોબર 2019 સુધીમાં, એરસેલે લાયસન્સ ફી અને સ્પેક્ટ્રમ વપરાશ શુલ્ક તરીકે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)ને લગભગ રૂ. 12,389 કરોડ ચૂકવવાના બાકી હતા. એરસેલે તેના દેવાની ચૂકવણી કરવા માટે તેના ટાવર ઉદ્યોગ સહિતની સંપત્તિઓ વેચવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ખરીદનાર મળ્યો નહીં અને કંપની ફડચામાં ગઈ.
આ પણ જુઓ: અંગ્રેજોના દેશમાં આજે એક ભારતીય ઉદ્યોગપતિનું એકચક્રી શાસન!