Court કોર્ટ-કચેરી-ન્યાયતંત્રટ્રેન્ડિંગનેશનલ

હવે જજની પરવાનગી વિના નહીં થાય સુનાવણીની લાઇવ સ્ટ્રીમિંગ, બોમ્બે હાઇકોર્ટનો નિર્ણય

મહારાષ્ટ્ર: 11 નવેમ્બર, 2025: Bombay High Court: બોમ્બે હાઇકોર્ટે કોર્ટની કાર્યવાહીના લાઇવ સ્ટ્રીમિંગ (સીધું પ્રસારણ)ને લઈને એક નવો મહત્ત્વનો નિર્દેશ જારી કર્યો છે. કોર્ટે કહ્યું કે, હવેથી કોઈપણ સુનાવણીનું લાઇવ સ્ટ્રીમિંગ સંબંધિત બેન્ચના જજની મંજૂરી મળ્યા પછી જ કરવામાં આવશે. આ નિર્ણયને ન્યાયિક પારદર્શિતા અને શિસ્ત વચ્ચે સંતુલન જાળવવા માટે ઉઠાવવામાં આવેલું પગલું માનવામાં આવે છે.

સોમવારે જાહેર કરાયેલા નોટિસમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, કોર્ટના જજને જ એ અધિકાર હશે કે તેઓ કાર્યવાહીના લાઇવ સ્ટ્રીમિંગ અને તેની રેકોર્ડિંગની નકલો આપવાની મંજૂરી આપે. “બોમ્બે હાઈકોર્ટ લાઇવ સ્ટ્રીમિંગ એન્ડ રેકોર્ડિંગ ઑફ કોર્ટ પ્રોસીડિંગ્સ રૂલ્સ” હેઠળ, તમામ સુનાવણી માત્ર જજ કે જજોની સહમતિથી જ પ્રસારિત કરી શકાશે.

CJIની ચિંતાનો સંદર્ભ

આ નોટિસ એવા દિવસે બહાર આવી જ્યારે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈએ એક બનાવટી વીડિયો પર ચિંતા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર એક મોર્ફ્ડ વીડિયો વાઈરલ થયો હતો, જેમાં ખોટી રીતે જજની અદાલતમાં કોઈ દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું હોય તેવું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું હતું. આ ઘટનાએ ન્યાયિક કાર્યવાહીની ડિજિટલ સુરક્ષા અંગે સવાલો ઊભા કર્યા હતા.

હાઇકોર્ટમાં સ્ટ્રીમિંગની શરૂઆત

બોમ્બે હાઇકોર્ટે આ વર્ષે જુલાઈમાં પ્રથમ વખત પાંચ ખંડપીઠમાંથી સુનાવણીનું લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કર્યું હતું, જેનો હેતુ ન્યાયિક પારદર્શિતા વધારવાનો હતો. હાલમાં, સુપ્રીમ કોર્ટ ગયા વર્ષથી પોતાની તમામ અદાલતોની સુનાવણીનું લાઇવ સ્ટ્રીમિંગ કરી રહી છે. સુપ્રીમ કોર્ટની આ પહેલ પછી ઘણી હાઇકોર્ટે પણ આ પ્રક્રિયા અપનાવવાનું શરૂ કર્યું હતું. હવે નવા નિર્દેશ બાદ, દરેક ખંડપીઠને લાઇવ સ્ટ્રીમિંગ માટે વ્યક્તિગત રીતે જજની પરવાનગી લેવી પડશે.

આ પણ વાંચોઃ નવસારીના બીલીમોરામાં બિશ્નોઈ ગેંગના 4 શાર્પશૂટરો અને SMC ટીમ વચ્ચે ગોળીબાર; એક આરોપી ઘાયલ, 4ની ધરપકડ

આ પણ વાંચોઃ … તો SIR રદ કરી દઇશું, સુપ્રીમ કોર્ટે વોટર લિસ્ટ રિવિઝનની મુદ્દે સુનાવણી દરમિયાન કહી મોટી વાત

 

Back to top button