ટ્રેન્ડિંગનેશનલમીડિયા

લો બોલો! નીતિન ગડકરીના ઘરને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

મહારાષ્ટ્ર, 3 ઓગસ્ટ 2025 :   સેન્ટ્રલ મિનિસ્ટર નીતિન ગડકરીના નાગપુર સ્થિત નિવાસસ્થાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મકાનની સુરક્ષા પણ વધારી દેવાઈ છે અને પોલીસે પણ તેની તાત્કાલીક કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે ધમકી આપનાર એક વ્યક્તિની ધરપકડ પણ કરી લીધી છે. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, ધમકી આપનાર વ્યક્તિએ પ્રેન્ક કૉલ કર્યો હતો. જો કે હવે આરોપીની ધરપકડ થઈ ગઈ છે.

આરોપીઓ પોલીસને કૉલ કરીને ધમકી આપી

રિપોર્ટ મુજબ, આરોપીએ રવિવારે સવારે પોલીસ કંટ્રોલ રૂમના 112 નંબર કૉલ કર્યો હતો અને કેન્દ્રીય મંત્રીના નિવાસસ્થાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ત્યારપછી તરત જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ઘટના વિશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

નાગપુરમાંથી આરોપીની ધરપકડ

પોલીસે આરોપીને નાગપુરના બીમા દવાખાના પાસેથી ઝડપી લીધો છે. તપાસમાં ધરપકડ કરાયેલા આરોપી તુલસી બાગ રોડનો રહેવાસી વિષ્ણુ રાઉત હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસે કહ્યું કે, આરોપી કથિત દેશી દારુની દુકાન પર કામ કરે છે. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, બોંબની ધમકીનો કૉલ ફેક હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો : શિવ મંદિરોમાં ચઢાવવામાં આવતા અનોખા પ્રસાદ, સાંભળીને તમને પણ લાગશે નવાઈ

Back to top button