ટોપ ન્યૂઝ

ગુજરાત કોરોના LIVE:રાતના 11થી 5 સુધીનો કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત, ઓમિક્રોનના 97માંથી 41 દર્દીને રજા આપી

Text To Speech
  • 8 શહેરમાં નાઇટ કર્ફ્યૂના સમયમાં કોઈ ફેરફાર નહીં
  • હાલ દેશ અને દુનિયામાં કોરોનાના લાખો કેસો આવી રહ્યા છે, જેને પગલે મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારોએ પણ નિયંત્રણો લાદી દીધાં છે. જોકે ગુજરાત સરકાર હજુ આ મામલે જાગી નથી, પરંતુ 29મી ડિસેમ્બરે કોરોના વિસ્ફોટ થતાં જ સરકાર દોડતી થઈ છે. 31મી ડિસેમ્બરે કોરોનાની ગાઇડલાઇન્સ પૂરી થઈ રહી છે. જેને પગલે આજે આરોગ્ય મંત્રીએ રાજ્યના 8 શહેરોમાં રાતના 11થી સવારના 5 વાગ્યાનો રાત્રિ કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત રાખવાની જાહેરાત કરી છે. આમ કોરોનાના કેસો વધ્યા હોવાછતાં નિયંત્રણો વધુ કડક કર્યાં નથી.

ઓમિક્રોનના 97માંથી 41 દર્દી સાજા થયા
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો અંગે તૈયારીઓને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ 1 લાખ 10 હજાર બેડ ઉપલબ્ધ છે. જ્યારે 15000 ICU બેડમાંથી 7800 બેડમાં વેન્ટીલેટર ઉપલબ્ધ છે. 500થી 1500 બેડની હોસ્પિટલ ઉભી કરવાની તૈયારી ઓમિક્રોનના 97માંથ 41ને રજા આપી દેવામાં આવી છે. ગુજરાતમાં 0.79 ટકા પોઝિટિવિટી રેટ છે, જે અન્ય રાજ્યોની તુલનાએ ઘણો ઓછો છે, જ્યારે 90 લાખ લોકોનું વેક્સિનેશન બાકી છે.

આ નિયંત્રણો યથાવત રહેશે

  • 8 મનપામાં રાત્રિ કર્ફ્યુ રહેશે
  • રાત્રીના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું
  • 8 મહાનગરોમાં 11 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે
  • લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પલેક્ષ વગેરે પણ 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે
  • કર્ફ્યુ બાબતે રાજ્ય સરકારે નોટિફેકશન જાહેર કર્યું

હાલ આ 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ
આ પહેલાં રાજ્ય સરકારે 25મી ડિસેમ્બરથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નવી ગાઈડલાઈન્સ 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

ક્યારે ક્યારે કર્ફ્યૂનો સમય બદલાયો?
બીજી લહેરના સમયે, એટલે કે એપ્રિલમાં રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ હતો. ત્યાર બાદ મે મહિનામાં કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપીને 9 વાગ્યાથી સવારના 6 વાગ્યાનો કર્ફ્યૂ કર્યો હતો. ત્યાર બાદ કોરોના હળવો થતાં રાત્રિ કર્ફ્યૂ 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્યો હતો. ત્યાર બાદ જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારોને લઇને નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી હતી, જેમાં જન્માષ્ટમીના દિવસે રાત્રિ કર્ફ્યૂ રાતે 1 વાગ્યે અને ગણેશોત્સવના 10 દિવસો દરમિયાન રાત્રિ કર્ફ્યૂ રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્યો હતો. દિવાળી તહેવારો નજીક આવતાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 1થી સવારે 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો હતો.

Back to top button