ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

નિફ્ટી 25,200ની નીચે ખુલી, સેન્સેક્સમાં 100 પોઇન્ટથી વધુનો ઘટાડો

મુંબઇ, 16 જુલાઇ, 2025: ભારતીય ઇક્વિટી બજારમાં વિશ્વ બજારોના નરમ અહેવાલો અને ગિફ્ટ નિફ્ટીની મજબૂતાઇને અવગણતા સેન્સેક્સ પાછલા બંધ 82,570 સામે 36 પોઇન્ટની નબળાઇ સાથે હાલમાં 152 પોઇન્ટની ઉપર ચાલી રહ્યો છે. જોકે નિફ્ટી પાછલા બંધ 25,195 સામે ફ્લેટ ખુલીને હાલમાં 0.23 ટકા એટલે કે 57 પોઇન્ટ નરમ ચાલી રહી છે.

દરમિયાનમાં આજે ગિફ્ટ નિફ્ટી પ્રારંભિક ટ્રેડમાં પાછલા બંધ 25167 સામે 25155 પર 12 પોઇન્ટ નરમ ખુલીને હાલમાં સવારે 9.09 કલાકે ખુલીને હાલમાં 42 પોઇન્ટ ઉપર રહી હતી. જ્યારે એશિયન બજારોમા નરમ રહ્યા હતા. ગઇકાલે એનએસઇ નિફ્ટી અને સેન્સેક્સ અનુક્રમે 0.45 ટકા અને 0.39 ટકા વધીને બંધ આવ્યા હતા.

એશિયન બજારો

ટ્રમ્પે ઇન્ડોનેશિયા પર 19 ટકા ટેરિફ લાદતા એશિયા પેસિફિક બજારો નીચા મથાળે રહ્યા હતા. જેમાં જાપાનનો નિક્કેઇ પ્રારંભમાં ફ્લેટ ખુલ્યો હતો, જ્યારે ટોપીક્સ 0.11 ટકા ઘટ્યો હતો. તેની સાથે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.5 ટકા અને સ્મોલ કેપ કોસડેક 0.56 ટકા નીચે રહ્યો હતો.

અમેરિકન બજારો

અમેરિકન બજારો પણ ગઇકાલે ફૂગાવો અને બેન્કોની કમાણીના મિશ્ર આંકડાઓને આધારે નરમ રહ્યા હતા. જેના પગલે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.2 ટકા, એસએન્ડપી 500 ફ્યુચર્સ 0.3 ટકા અને નાસડેક ફ્યુચર્સ પણ 0.3 ટકા ઘટ્યો હતો.

આ પણ વાંચોઃ શહેરી બેરોજગારી વધીને 18.8 ટકા, કૃષિ ક્ષેત્રોમાં મહિલાઓની હિસ્સેદારી ઘટી

Back to top button