ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ન્યૂયોર્કઃ ગુરુદ્વારામાં ભારતીય રાજદૂત સાથે ખાલિસ્તાનીઓનું ગેરવર્તન

  • ન્યૂયોર્કના ગુરુદ્વારામાં ભારતીય રાજદૂત તરણજીત સંધુ સાથે ગેરવર્તન. તેમને ખાલિસ્તાની ઝંડા પણ બતાવવામાં આવ્યા. ખાલિસ્તાની સમર્થકોએ તેમની સાથે ધક્કા મુક્કી કરી

ન્યૂયોર્ક, 27 નવેમ્બર: ભારત વિરુદ્ધ સતત નિવેદનો આપી રહેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ આ વખતે પોતાના સમર્થકો દ્વારા નાપાક કૃત્ય કર્યું છે. પન્નુએ તેના સમર્થકોને ન્યૂયોર્કના ગુરુદ્વારામાં મોકલ્યા અને ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ સાથે ઘક્કા મુક્કી કરી છે. અગાઉ બ્રિટનમાં પણ ખાલિસ્તાની સમર્થકોએ ગુરુદ્વારાની બહાર ભારતીય રાજદૂત સાથે આવી જ રીતે ખરાબ વર્તન કર્યું હતું.

 

આ ધટના ન્યૂયોર્ક આવેલા ગુરુદ્વારામાં બની હતી જ્યાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ ગુરુદ્વારમાં પહોંચ્યા હતા. એ સમયે ત્યાં હાજર ખાલિસ્તાની સમર્થકોએ તેમની સાથે ધક્કા મુક્કી કરી હતી. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ખાલિસ્તાની સમર્થકો કહી રહ્યા છે કે તમે હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી અને હવે તમે પન્નુને મારવાની યોજના બનાવી રહ્યા છો.

ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાએ ઘટનાને વખોડી

અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુની ગુરુદ્વારા મુલાકાત દરમિયાન ખાલિસ્તાન સમર્થકો દ્વારા ધક્કા મુક્કીની ઘટનાને ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાએ વખોડી કાઢી હતી.

 

સિરસાએ કહ્યું, ‘જ્યાં સુધી તરનજીત સિંહ સંધુની વાત છે, તેમને એક વારસો મળ્યો છે. તેમના પિતા તેજા સિંહ સમુન્દરી સ્વતંત્રતા પહેલાં ગુરુદ્વારા માટે ચાબી વાલા મોરચા માટે લડ્યા હતા. હું માનું છું કે તેમની સાથે આ પ્રકારનો દુર્વ્યવહાર બિલકુલ વાજબી નથી. હું તેની નિંદા કરું છું.

આવું જ કૃત્ય બ્રિટનમાં પણ કરવામાં આવ્યું હતું

આ વર્ષે સપ્ટેમ્બરમાં કટ્ટરપંથી ખાલિસ્તાની સમર્થકોએ બ્રિટનમાં આવો જ હંગામો મચાવ્યો હતો. બ્રિટનમાં તહેનાત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ ગુરુદ્વારામાં જવા માગતા ભારતીય હાઈ કમિશનરને કારમાંથી નીચે ઉતરવા દીધા ન હતા.

આ પણ વાંચો: ગ્રીક ટાપુ પર જહાજ ડૂબતાં ચાર ભારતીયો સહિત 13 ક્રૂ મેમ્બર ગુમ

Back to top button