સોશિયલ મીડિયા પર નવો ટ્રેન્ડ: કીબોર્ડના બે અક્ષરો વચ્ચે બની રહ્યા છે મીમ્સ, જાણો શું છે?
- આ ટ્રેન્ડમાં વ્યક્તિએ કીબોર્ડની બે કી વચ્ચે બનતો એક શબ્દ અથવા હાવભાવ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો રહે છે
HD ન્યૂઝ ડેસ્ક, 25 એપ્રિલ: સોશિયલ મીડિયા એ એક નવો ટ્રેન્ડ બની ગયો છે અને એ ટ્રેન્ડમાં તમારી ક્રિએટિવિટી બતાવવાનો પડકાર છે. હાલ આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જે લોકો માટે મનોરંજક અને રસપ્રદ બંને છે. આ ટ્રેન્ડમાં જોડાવા માટે તમારે ઘણું બધું કઈ કરવાની જરૂર નથી. ફક્ત તમારા કમ્પ્યુટરના કીબોર્ડને જુઓ કે જેના પર તમે દરરોજ કલાકો પસાર કરો છો. આ ટ્રેન્ડમાં, તમારે કીબોર્ડની બે કી વચ્ચે એક શબ્દ અથવા હાવભાવ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો રહેશે. ખાસ કરીને ટ્વિટર પર આ ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે. Know Your Meme દાવો કરે છે કે આવી પોસ્ટ સૌપ્રથમ મે 2021માં 4Chan દ્વારા કરવામાં આવી હતી.
look between Y and P on your keypad. pic.twitter.com/v9klSewlKS
— Xavier Uncle (@xavierunclelite) April 23, 2024
Want to know who we’re drafting?
Look between H and L on your keyboard.
— New England Patriots (@Patriots) April 23, 2024
આ ટ્રેન્ડમાં શું કરવાનું છે?
આ ટ્રેન્ડની શરૂઆત આ વખતે યુઇ હિરાસાવાએ(Yui Hirasawa) કરી છે. જે પ્રખ્યાત એનિમ સીરિઝ((anime series)નો નાયક છે. તેણે લખ્યું કે, T અને O વચ્ચે જુઓ(look between t and o). આ વાંચીને તમે પહેલા તો આશ્ચર્યચકિત થઈ જશો. પરંતુ ઉલ્લેખનીય છે કે, તેઓ તમને કીબોર્ડ પર આ બે અક્ષરો વચ્ચેની કી જોવાનું કહી રહ્યા છે. આ પછી, જ્યારે ચાહકોએ તેને જોયું તો તેમને ખબર પડી કે, તેનું નામ બે અક્ષરોની વચ્ચેની કીથી બનેલું છે. જેનો અર્થ Yui. જો કે, આ પોસ્ટથી જ નવો ટ્રેન્ડ ફરી શરૂ થયો છે કે કેમ? તે હજુ નક્કી નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે, આ ખૂબ ઝડપથી ટ્રેન્ડ થઈ રહ્યો છે.
look between Q and E on your keyboard. that’s all we baggin’ this year, trust
— ً (@ahdebee) April 21, 2024
View this post on Instagram
યુઝર્સ દેખાડી રહ્યા છે પોતાની ક્રિએટિવિટી
આ ટ્રેન્ડ પોપ્યુલર થતાં જ યુઝર્સ પણ પોતાની ક્રિએટિવિટી બતાવવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું કે, H અને L વચ્ચે જુઓ. આ બે અક્ષરો વચ્ચેના અક્ષરો JK. જેનો અર્થ Just Kidding થાય છે. ઝેવિયર અંકલ નામના યુઝરે તુષાર કપૂરનો ચીસો પાડતો ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, Y અને P વચ્ચે જુઓ. અહીં બે અક્ષરો UI છે. જેને એકસાથે વાંચવા પર ઉઈ બને છે.
If you look at your keyboard while driving, the thing between Q and R will meet you with a challan.#RoadSafety @dtptraffic
— Delhi Police (@DelhiPolice) April 23, 2024
દિલ્હી પોલીસે પણ આ ટ્રેન્ડમાં ઝંપલાવ્યું છે અને લખ્યું છે કે, જો તમે કીબોર્ડ જોતી વખતે ગાડી ચલાવો છો, તો Q અને R વચ્ચે તમને કંઈક મળશે. આ બે કીની વચ્ચે WE છે. જેનો અર્થ થાય છે અમે. દિલ્હી પોલીસ કહી રહ્યું છે કે, “અમે તમને ચલણ સાથે મળીશું”
આ પણ જુઓ:ટેસ્લા હ્યુમનૉઇડ રોબોટ્સ આવતા વર્ષે વેચાણ માટે થશે ઉપલબ્ધ, એલોન મસ્કે આપી માહિતી