સાયબર ફ્રોડની નવી પદ્ધતિ : સ્માર્ટ ફોન થયો ઓવરહિટ બાદમાં બેંક અકાઉન્ટ થયું ખાલી

Cyber Fraud : સાયબર છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 32 વર્ષીય વ્યક્તિ પર સાયબર ગુનેગારોએ ચાલાકીપૂર્વક હુમલો કર્યો હતો. અંતે, તેના બેંક ખાતામાંથી હજારો રૂપિયાની ચોરી થઈ ગઈ હતી. પીટીઆઈએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, સ્માર્ટફોન યૂઝર્સે ફેસબુક ઓપન કર્યું અને તેમાં મહિલાઓના કેટલાક ફોટોઝ દેખાયા. અને તે સાઈબર છેતરપિંડીના શિકાર થઈ ગયા.
આ અંગે મુંબઈ પોલીસે જણાવ્યું કે, વ્યક્તિએ સ્માર્ટફોન પર જોખમી લિંકની સાથે અટેચ ફોટો પર ક્લિક કર્યું છે, જેમાં તેમના બેંક ખાતામાંથી 70 હજાર રૂપિયા ઉપડી ગયા. તો ચાલો જાણીએ આ ઘટના અંગેની સંપૂર્ણ ડિટેઈલ…
પોલીસે જણાવ્યું છે કે, વિક્ટિમ એક દિવસ સ્માર્ટફોન પર ફેસબુક જોઈ રહ્યો હતો, ત્યારે ફેસબુકમાં ઉપસ્થિત ફોટો જોવા લાગ્યો, જેમાં મહિલાઓના ફોટો પણ સામેલ હતા. એ ફોટો જોવા માટે ઈમેજ પર ક્લિક કર્યું તો થોડી વાર બાદ તેમનો સ્માર્ટફોન ઓવરહીટ થવા લાગ્યો. ફોનનું એક્સેસ હેકર્સના હાથમાં પહોંચી ગયું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બેંક ખાતામાંથી ટોટલ 70 હજાર રૂપિયા ઉપડ્યા
થોડા સમય બાદ તેમના ખાતામાંથી અનઓથરાઈઝ્ડ ઓનલાઈન ટ્રાંઝેક્શન શરૂ થઈ ગયું અને તેમનું બેંક ખાતું ખાલી થવા લાગ્યું. તેમની બેંક ખાતામાંથી કુલ 70 હજાર રૂપિયા ઉપડી ગયા. શ્ખ્સે સાઈબર છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. હવે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
સ્માર્ટફોન હેકિંગ દરમ્યાન ઓળખો આ સાઈન
બેટરી ઝડપથી ઉતરવી.
સ્માર્ટફોન ઓવરહીટ થવો.
અચાનક વધુ ડેટા વપરાવા.
ફોનમાં અજાણી એપ દેખાવી.
ફોનમાં વારે વારે પોપ-અપ જાહેરાત આવવી.
ફોન ધીમો થઈ જવો.
કેમેરા કે માઈક્રોફોન ઈન્ડિકેટર જાતે જ ઓન થઈ જવું.
ફોન હેક થાય તો બચાવ માટે કરો આ કામ
સ્માર્ટફોન જો અચાનક જ કોઈ હેક કરી લે તો એવી સ્થિતિમાં બચાવ માટે આ કામ કરવું જોઈએ. એવી સ્થિતિમાં સ્માર્ટફોનનું ઈન્ટરનેટ અને વાઈફાઈ બંધ કરી દેવું. ફોનને ફ્લાઈટ મોટમાં પણ નાખી શકો છો. તુરંત જ ફોનમાંથી બેંકિંગ એપ્સ અનઈન્સ્ટોલ કરવી. અને બેંત ખાતું તથા કાર્ડ ડિએક્ટિવેટ કરવા.












