ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

નવી શિક્ષણ નીતિ ભારતને ગ્લોબલ હબ બનાવવામાં ભૂમિકા ભજવશેઃ મુખ્યમંત્રી

  • CMએ નર્મદાના એકતાનગર ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના અમલીકરણ અંગેની કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો
  • કોન્ફરન્સમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી અને શિક્ષણ રાજ્ય મંત્રી રહ્યા ઉપસ્થિત
  • CMએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને રાજ્યના મંત્રીગણની ઉપસ્થિતિમાં શિક્ષણ પ્રદર્શનને મૂક્યું ખુલ્લું

એકતાનગર (કેવડિયા): “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો જુની શિક્ષણ નીતિમાં નવા જમાનાને અનુરૂપ બદલાવ કરીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોન્ચ કરી છે, તે ભારતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનાવવા તેમજ વિકસિત ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા નિભાવશે. આ નીતિના અસરકારક અમલીકરણ માટે દેશની સમગ્ર એજ્યુકેશન ઈકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં આ કોન્ફરન્સ ખૂબ ઉપયોગી બની રહેશે” તેમ ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)-૨૦૨૪ના ભાગરૂપે પ્રિ-સમિટ તરીકે આયોજિત એક દિવસીય કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ગુરુવારે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા. મુખ્યમંત્રીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં શિક્ષણ પ્રદર્શનને પણ ખુલ્લું મૂક્યું હતું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયોજિત કોન્ફરન્સમાં NEP અંતર્ગત શિક્ષણક્ષેત્રને સમૃદ્ધ અને ક્ષમતાકેન્દ્રી બનાવવા સારસ્વતોએ અહીં સામૂહિક વિચાર મંથન કર્યું હતું. ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દીવ, ગોવા અને દાદરા અને નગર હવેલીના ૪૦૦થી વધુ મહાનુભાવો (વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સ)એ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને શિક્ષણક્ષેત્રને સમૃદ્ધ અને ક્ષમતાકેન્દ્રી બનાવવા સારસ્વતોનું સામૂહિક વિચાર મંથન કર્યું હતું.

કાર્યક્રમમાં મુખ્યમંત્રી, કેન્દ્રીય શિક્ષણમંત્રી, અન્ય મંત્રીઓના હસ્તે નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે માર્ગદર્શિકાના રૂપમાં તૈયાર કરાયેલી ‘NEP SoP’ બૂકલેટનું તેમજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી ક્વોલિટી એજ્યુકેશન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિષય અંતર્ગત શિક્ષણની બેસ્ટ પ્રેક્ટિસમાં ઉપયોગી બે પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું.

conference cm

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનાવવા  મહત્વની ભૂમિકા ભજવશે : CM

cm speech

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ જણાવ્યું હતું કે, “ ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ના સુદ્રઢ અમલીકરણનો દસ વર્ષનો રોડમેપ તૈયાર કરી લીધો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનાવવા તેમજ વિકસિત ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા નિભાવશે” વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની પ્રક્રિયામાં સહાયક અને નિર્ણાયક બને તેવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં ઘડવામાં આવી છે. વડાપ્રધાન રાષ્ટ્રવિકાસમાં આદર્શ અને ઉન્નત શિક્ષણના હિમાયતી રહ્યા છે, ત્યારે હોલિસ્ટીક એજ્યુકેશન, મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણના ધ્યેયને સાકાર કરવા માટે ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ના સુચારૂ અમલીકરણનો દસ વર્ષનો રોડમેપ પણ તૈયાર કરી લીધો છે.” આદર્શ શિક્ષણએ કોઈ પણ દેશ, રાજ્યના વિકાસની પૂર્વશરત છે એમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, “શિક્ષણને વ્યક્તિ કેન્દ્રી નહીં, જ્ઞાન અને કૌશલ્યકેન્દ્રી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એટલે જ વિદ્યાર્થીઓના કૌશલ્યવર્ધન પર સતત ભાર આપ્યો છે.”

cm

વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે રૂ.૧૮૦૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી, જે સરાહનીય : ધર્મેન્દ્ર પ્રધાન 

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦નો હેતુ દેશભરમાં શિક્ષણ માટે એક વ્યાપક માળખું સ્થાપિત કરવાનો છે. NEPમાં કૌશલ્ય વર્ધન અને રોજગારપરસ્ત શિક્ષણને પ્રાધાન્ય અપાયું છે. ગુજરાતના બજેટમાં વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે રૂ.૧૮૦૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે, જે સરાહનીય કદમ છે. વધુમાં જણાવ્યું હતું કે “ભારતીય ભાષાઓ ભારતની વિકાસયાત્રામાં મહત્વનું અંગ રહી છે. ભારતની તમામ ભાષા રાષ્ટ્ર ભાષા છે. અને તેથી જ NEP-2020માં પણ પ્રાદેશિક ભાષાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેથી સોશિયલ બિહેવિયરને એકેડેમિક પ્રેકટીસ તરફ લઈ જઈ શકાય. કારણ કે ભારતીય જ્ઞાન પરંપરા વિશ્વ ભરમાં ખૂબ જાણીતી છે”

‘નવા ભારત’ના નિર્માણની દિશામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ દેશના શિક્ષણસ્તરને વધુ મજબૂત કરશે : ઋષિકેશ પટેલ

આરોગ્ય, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ  મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘નવા ભારત’ના નિર્માણની દિશામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંગે શિક્ષણવિદો, મહાનુભાવોનું મનોમંથન દેશના શિક્ષણસ્તરને વધુ મજબૂત કરશે. પ્રાચીનકાળમાં તક્ષશિલા, વિક્રમશીલા અને નાલંદા જેવી ભારતની મહા વિશ્વવિદ્યાલયમાં જ્ઞાન મેળવીને દેશવિદેશના લોકોએ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન ભંડારને વિશ્વ સુધી પહોંચાડ્યું છે. ફરી એક વાર યુવા સામર્થ્યને આગળ વધારવા માટે વડાપ્રધાનશ્રીએ ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્યવર્ધન અને રોજગાર આપતા યુવાનો તૈયાર કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ લાગુ કરી છે.

આ પણ જુઓ :આનંદીબેન, ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોની હાજરીમાં સંડેરમાં ખોડલધામનું ભૂમિપૂજન

Back to top button