ટ્રાવેલટ્રેન્ડિંગયુટિલીટીવર્લ્ડવિશેષ

નેપાળના કામી રીતા શેરપાનો વિશ્વવિક્રમ, 29મી વખત માઉન્ટ એવરેસ્ટ કર્યું સર

Text To Speech
  • નેપાળના કામી રીતા  શેરપાએ 29મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યું
  • 28મી વખત શિખર સર કરાનારા શેરપાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો
  • 54 વર્ષના શેરપા 1994થી માઉન્ટ એવરેસ્ટ કરી રહ્યા છે શિખર પર ચઢાણ

કાઠમંડુ, 12 મે: નેપાળના 10 પ્રોફેશનલ પર્વતારોહકોએ શુક્રવારે રાત્રે માઉન્ટ એવરેસ્ટ પર ચઢવામાં સફળતા હાંસલ કરી હતી. જે આ સિઝનમાં વિશ્વના સૌથી ઊંચા શિખર સર કરનાર પહેલી અભિયાન ટીમ છે. આ પર્વતારોહણ અભિયાનનું આયોજન કરનાર ‘સેવન સમિટ ટ્રેક’ના સ્ટાફ કર્મી થાની ગુરગેને જણાવ્યું હતું કે ડેન્ડી શેરપાના નેતૃત્વમાં પર્વતારોહકોની ટીમ શુક્રવારે રાત્રે સાડા આઠ વાગ્યે 8,848.86 મીટરની ટોચ પર પહોંચી હતી.

શેરપાએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ

 સૌથી મહત્ત્વની વાત એ છે કે, પર્વતારોહક કામી રીતા શેરપાએ રેકોર્ડ બ્રેક 29મી વખત માઉન્ટ એવરેસ્ટના શિખરને સર કર્યો છે જે આજ સુધી દુનિયામાં કોઈએ નથી કરી શક્યું. શેરપા આ વખતે એવરેસ્ટને સર કરવાના પોતાના જ 28મી વખથ ચડવાના વિશ્વ વિક્રમને તોડ્યો હતો. કામી રીતા શેરપાની ઉંમર 54 વર્ષ છે અને તે1994થી માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહણ કરી રહ્યા છે.

શેરપાએ આ વાત કહી

શેરપા કામી રીતાએ માઉવ્ટ એવરેસ્ટ પર પર્વતારોહણ કરતા પહેલા જણાવ્યું હતું કે તેમનો બીજો કોઈ ઉદ્દેશ્ય નથી, માત્ર પર્વતારોહણની કારકીર્દી ચાલુુ રાખવા માટે છે, રેકોર્ડ માટે ચઢાણ નથી કરતા. આ વર્ષે29મી વખત સમિટ કરવા માટે નીકળ્યા છે, કોઈ ચોક્કસ સંખ્યામાં ચડવાની કોઈ યોજના નથી.

શેરપાની સાથે અન્ય લોકોએ પણ સર કર્યું શિખર

એવરેસ્ટ પર સફળતાપૂર્વક આરોહણ કરનારા અન્ય પહાડી માર્ગદર્શકોમાં તેનઝિંગ ગ્યાલ્ગેન શેરપા, પેમ્બા તાશી શેરપા, લાક્પા શેરપા, દાવા રિંજી શેરપા, દાવા શેરપા, પામ સોરજી શેરપા, સુક બહાદુર તમાંગ, નામગ્યાલ દોરજે તમાંગ અને લકપા રિંજી શેરપાનો સમાવેશ થાય છે. આ સિઝનમાં  41 પર્વતારોહણ અભિયાનો સાથે જોડાયેલા કુલ 414 પર્વતારોહકોને એવરેસ્ટ પર ચઢવાની અનુમતિ અપાઈ છે.

આ પણ વાંચો: વિદાય 2023: 70 વર્ષમાં માઉન્ટ એવરેસ્ટ પર આટલા ભારતીયોએ લહેરાવ્યો ત્રિરંગો

Back to top button