ટ્રાવેલવર્લ્ડવિશેષ

જો નેપાળ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જાણી લો આ નિયમો

  • ઉત્તરપ્રદેશના ગોરખપુરથી નેપાળની સોનૌલી સરહદ નજીક છે
  • વિઝા કે પાસપોર્ટની ઝંઝટ નથી પણ તમારે કસ્ટમસ બનાવવો પડશે
  • જો કસ્ટમ્સ પરમિટ પુરો થયા પછી પણ રોકાણ કરો છો તો ભરવો પડશે ટેક્સ

ઉત્તરપ્રદેશ, 24 એપ્રિલ : ભારતના પડોશી દેશ નેપાળ પ્રાકૃતિક સુંદરતા અને પહાડોથી ઘેરાયલો હરિયાળો દેશ છે. જો આ ઉનાળામાં તમે પણ પ્રકૃતિના ખોળામાં વેકેશન કરવાનું વિચારી રહ્યા હોવ તો તે પહેલા તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને તમારા વેકેશનમાં કોઈ પણ જાતની અડચણો ન આવે. યુપીના ગોરખપુરની બોર્ડરને અડીને આવેલા નેપાળમાં ઘણીવાર ગોરખપુરના લોકો રજાઓ ગાળવા અવારનવાર બોર્ડર પાર કરીને જતા હોય છે. પણ અમુક લોકોને માહિતીના અભાવે સરહદ પર રોકી દેવામાં આવે છે. આથી જો તમે પણ નેપાળમાં સુંદર ધોધ, બર્ફીલા પહાડોની નયનરમ્ય નજારો જોવા માટે કે પછી ઉનાળાની ગરમીમાંથી રાહત મેળવવા નેપાળ જેવા દેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો ઓળખપત્ર બનાવીને જ પ્રવેશ કરવો જોઈએ જેથી તમારી ટૂરમાં કોઈ સમસ્યા ન આવે.

આ બાબતો ધ્યાનમાં રાખો

યુપીના ગોરખપુરથી નેપાળની સોનૌલી સરહદનું અંતર લગભગ  98.3 કીમી જેટલું જ છે. આથી મોટાભાગે ભારતના લોકો સીધા અહીંથી નેપાળમાં પ્રવેશ કરતા હોય છે પરંતુ માહિતીના અભાવે ઘણા લોકોને સરહદ પર જ રોકી દેવામાં આવે છે. જો તમે તમારી કાર સાથે કે અથવા તો પગપાળા એન્ટ્રી કરતા હોવ તો તમારે પોતાની સાથે પાનકાર્ડ કે આધારકાર્ડ રાખવું ફરજીયાત છે. જો તમે પર્સનલ કાર કે અન્ય વાહન સાથે પ્રવેશ કરવા માંગતા હોવ તો તમારે કસ્ટમ્સ પાસ બનાવવો પડશે, નહીં તો તમારે 24 કલાકની અંદર પાછા ફરવું પડશે. કારણ કે અહીં પાસપોર્ટ અને વિઝાની અન્ય કોઈ ઝંઝટ નથી.

24 કલાકની અંદર પરત નથી ફરતા તો જેટલું રોકાશો તેટલો ટેક્સ ભરવો પડશે

ભારતથી પહેલા નેપાળ જવા માટે પરમિટ અને કસ્ટમ્સની ઝંઝટ હતી કારણ કે બંનેને અલગ અલગ જગ્યાએ બનાવવા પડતા હતા. પણ હવે તેને એક જ જગ્યાએ કરી દેવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સર્વિસ ઓફિસના હેડ ઇશ્વરી આર્યએ જણાવ્યું હતું કે, કસ્ટમ્સ કાર્યાલયને પરિવહન સેવા સાથે જોડી દેવામાં આવી છે જેનાથી પર્યટકોને ઘણી જ સરળતા રહેશે. જ્યારે પરમિટ લીધાના 24 કલાકની અંદર જો તમે પરત નથી ફરતા તો સરહદ પર પરત ફર્યા પછી જેટલા દિવસ તમે નેપાળમાં રોકાયા હશો તેટલા દિવસનો ટેક્સ તમારે ભરવો પડશે એ પછી જ તમને બહાર જવા દેવામાં આવશે.

કેટલો ટેક્સ ભરવાનો રહેશે

નેપાળી ચલણ મુજબ, જો ભારતના લોકો ટૂ-વ્હીલર લઈને પ્રવેશ કરે છે તો 200 રુપિયા, ફોર વ્હીલ વાહન લઈને જાવ છો તો 600 રુપિયા, ટ્રક પિકઅપ કે મિની ટ્રકથી પ્રવેશો છો તો 9600 રુપિયા, રિક્ષાથી પ્રવેશવાના 400 રુપિયા ભરવા પડશે. જ્યારે માત્ર ટ્રેક્ટર પ્રવેશ કરે છે તો 500 રુપિયા અને ટ્રોલી-ટ્રેક્ટરના 800 રુપિયા ટેક્સ રુપે ભરવા પડશે જે માત્ર એક દિવસનો રહેશે. દિવસ પુરો થતા સુધીમાં તમારે 24 કલાકની અંદર પરત ફરવું પડશે નહીં તો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

આ પણ વાંચો : 12 વર્ષ સુધીના બાળકોની હવાઈ મુસાફરીને લઈને આ નિયમ બદલાયો

Back to top button