નેપાલ 1 રૂપિયાના નવા સિક્કા પર છાપશે વિવાદસ્પદ નકશો, ભારતે પહેલા જ વ્યક્ત કરી હતી આપત્તિ

Nepal Map Controversy : નેપાળ સરકારે એક રૂપિયાનો નવો સિક્કો બહાર પાડવાનો નિર્ણય લીધો છે. આ સિક્કામાં નેપાળનો એ જ વિવાદિત નકશો હશે, જેમાં લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાણી નેપાળનો ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ભારત અને નેપાળ વચ્ચે આ ત્રણ વિસ્તારો પર લાંબા સમયથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે. નેપાળ દાવો કરે છે કે, આ વિસ્તારો તેના છે, જ્યારે ભારત કહે છે કે લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાણી ઉત્તરાખંડનો ભાગ છે. ભારતે અગાઉ સ્પષ્ટ કર્યું છે કે, આ વિવાદ બંને દેશો વચ્ચે વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ.
નેપાળ રાષ્ટ્ર બેંક (NRB)ના પ્રવક્તા ગુરુ પ્રસાદ પૌડેલે શનિવારે જણાવ્યું કે, કેન્દ્રીય બેંક એક રૂપિયાનો નવો સિક્કો બહાર પાડશે. જોકે બેંકને હજુ સુધી સત્તાવાર રીતે સિક્કાની અંતિમ ડિઝાઇન મળી નથી, તેમને વિશ્વાસ છે કે નવા સિક્કામાં એ જ નકશો હશે, જેમાં ત્રણ વિવાદિત વિસ્તારોને નેપાળનો ભાગ તરીકે દર્શાવવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
2020માં વિવાદ આવ્યો હતો સામે
આ વિવાદ સૌપ્રથમ મે 2020માં પ્રકાશમાં આવ્યો હતો. તે સમયે, તત્કાલીન વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીની સરકારે નેપાળનો નવો સત્તાવાર નકશો બહાર પાડ્યો હતો. તે નકશામાં લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાણીને નેપાળનો ભાગ દર્શાવવામાં આવ્યા હતા.
રસપ્રદ વાત એ છે કે, 20 જુલાઈના રોજ, નેપાળ સરકારે એક રૂપિયાના સિક્કામાંથી નેપાળનો નકશો દૂર કરવાનો અને તેના સ્થાને બૌદ્ધ મઠનું ચિત્ર મૂકવાનો નિર્ણય લીધો. જોકે, વિરોધ પક્ષો અને જનતા દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર પર વધતા દબાણને પગલે, આ નિર્ણય ઉલટાવી દેવામાં આવ્યો હતો, અને હવે નકશો યથાવત રાખવામાં આવ્યો છે.
નવો સિક્કો નાનો અને હળવો
નેપાળ રાષ્ટ્ર બેંકના જણાવ્યા અનુસાર, નવો સિક્કો અગાઉના સિક્કા કરતા નાનો અને કદમાં અને ધાતુમાં હળવો હશે. નવો સિક્કો અગાઉના સિક્કા કરતા નાનો અને હળવો હશે, પરંતુ તેમાં નેપાળનો વિવાદિત નકશો પણ હશે. નેપાળના આ નિર્ણયથી ફરી એકવાર ભારત-નેપાળ સરહદ વિવાદ ચર્ચામાં આવ્યો છે. ભારતે સતત કહ્યું છે કે, આવા સંવેદનશીલ સરહદ વિવાદનો ઉકેલ ફક્ત દ્વિપક્ષીય વાતચીત દ્વારા જ લાવી શકાય છે.
આ પણ વાંચો : હવે માત્ર ચહેરો બતાવી ખોલી શકશો તમારું Gmail એકાઉન્ટ, જાણો કેવી રીતે આ ફિચરનો કરવો ઉપયોગ












