NEET UG 2024નું કેન્દ્ર અને શહેરવાર પરિણામ જાહેર, સીધી લિંક પરથી કરો ચેક
- સુપ્રીમ કોર્ટે NTAને વિદ્યાર્થીઓની ઓળખ જાહેર કર્યા વિના સત્તાવાર વેબસાઇટ પર NEET-UG પરિણામ જાહેર કરવાનો આપ્યો હતો આદેશ
નવી દિલ્હી, 20 જુલાઈ: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NEET-UG 2024(NEET પરીક્ષા પરિણામ)નું વિગતવાર પરિણામ જાહેર કર્યું છે. શહેર અને કેન્દ્રવાર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પરિણામને http://neet.ntaonline.in/ પર જોઈ શકે છે. હકીકતમાં, 18 જુલાઈના રોજ સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે NTAને વિદ્યાર્થીઓની ઓળખ જાહેર કર્યા વિના સત્તાવાર વેબસાઇટ પર NEET-UG પરિણામ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેથી NTAએ સુપ્રીમ કોર્ટના આદેશ પર આજે શનિવારે ફરીથી વિગતવાર પરિણામો જાહેર કર્યા છે.
NEET-UGના વિગતવાર પરિણામો જાહેર
આજે શનિવારે 4 હજાર 750 પરીક્ષા કેન્દ્રોના NEETનું વિગતવાર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. NEET-UG પરીક્ષા 5મી મેના રોજ યોજાઈ હતી. 4 જૂને જ્યારે તેનું પરિણામ આવ્યું ત્યારે આખો દેશ ચોંકી ગયો હતો, કારણ કે આ પહેલી વાર એવું થયું હતું જ્યારે NEET પરીક્ષામાં એક કે બે નહીં પરંતુ 67 ટોપર્સ હતા એટલે કે 67 વિદ્યાર્થીઓએ 720માંથી પૂરા 720 માર્કસ મેળવ્યા હતા. જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે NTAએ દલીલ કરી હતી કે, ઓછા સમયને કારણે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા. જે બાદ એજન્સીએ ફરીથી પરીક્ષા યોજવાનો વિકલ્પ આપ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે પણ સ્વીકારી લીધો હતો.
જે બાદ 23 જૂને ફરી પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ 30 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. 18 જુલાઈના રોજ સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે એનટીએને પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના શહેર અને કેન્દ્ર મુજબના પરિણામો ફરીથી પ્રકાશિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ પર NTAએ આજે ફરીથી વિગતવાર પરિણામો જાહેર કર્યા છે.
NEET UG 2024 પરિણામ કેવી રીતે તપાસવું
- http://neet.ntaonline.in./ આ NEETની સત્તાવાર વેબસાઇટ છે.
- વેબસાઇટ પર https://exams.nta.ac.in/NEET/ જાઓ અને NEET-UG 2024ના પરિણામ પર ક્લિક કરો.
- તમે તમારો રોલ નંબર દાખલ કરીને સ્કોર કાર્ડ ચેક કરી શકો છો.
સુપ્રીમ કોર્ટનો નિર્ણય 22 જુલાઈએ આવી શકે છે
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, NTAએ વિદ્યાર્થીઓના વિગતવાર પરિણામ જાહેર કર્યા છે. હવે આ કેસની આગામી સુનાવણી સોમવારે 22 જુલાઈએ થવાની છે. આ દિવસે નિર્ણય લેવામાં આવે તેવી પણ ધારણા છે. સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનું છે કે, NEET પરીક્ષા ફરીથી લેવામાં આવશે કે નહીં. હકીકતમાં, અરજદાર વિદ્યાર્થીઓની માંગ છે કે વિવાદોમાં ઘેરાયેલી પરીક્ષા રદ્દ કરીને ફરીથી આયોજિત કરવામાં આવે. આ અંગે અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટે આપવાનો છે.
આ પણ જૂઓ: 3 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી… 23મી જુલાઈના રોજ બજેટ, જાણો શું-શું બદલાવ કરી શકે છે મોદી સરકાર