નીરજ ચોપરા આ મહિલા ક્રિકેટરને કરે છે પસંદ, WPL માં પણ કરી રહી છે કમાલ
ભારતને ઓલિમ્પિક મેડલ અપાવનાર નીરજ ચોપરાને ચાહકોની કોઈ કમી નથી. આ ખેલાડીએ દેશ ઓલમ્પિક મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું. જેના માટે તેને એક અલગ ઓળખ મળી છે. ક્રિકેટરોથી લઈને અભિનેતાઓ અને રાજકારણીઓ પણ આ ખેલાડીના ચાહક છે, પરંતુ નીરજ પોતે કોનો ફેન છે? તે પણ એક પ્રશ્ન છે. કોણ છે એ મહિલા ક્રિકેટર જેના શોટ્સ નીરજ ચોપરાનું દિલ જીતી લે છે? નીરજ ચોપરા હાલમાં જ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની એલિમિનેટર મેચ જોવા આવ્યો હતો જ્યાં તેણે તેની ફેવરિટ મહિલા ક્રિકેટરનું નામ જાહેર કર્યું હતું.
તમને જણાવી દઈએ કે વિમેન્સ પ્રીમિયર લીગે (WPL) તાજેતરમાં એક વીડિયો શેર કર્યો હતો જેમાં નીરજ ચોપરાએ આ ટૂર્નામેન્ટ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે મહિલા ક્રિકેટને મળી રહેલું સમર્થન જોઈને તે ખૂબ જ ખુશ છે. તેણે વધુમાં એ પણ જણાવ્યું કે તેને કઈ ૩ મહિલા ખેલાડીઓ વધુ પસંદ છે, નીરજ કઈ ૩ મહિલા ક્રિકેટરની રમત પસંદ કરે છે જે વાત કરીએ.
આ પણ વાંચો : નીરજ ચોપરાને ગમે છે આ સ્ટ્રીટ ફૂડ , પરંતુ મેડલ જીતવા માટે ફોલો કરે છે આ ડાયટ
સ્મૃતિ મંધાના પસંદ
ઓલમ્પિક મેડાલિસ્ટ નીરજને અહીં પૂછવામાં આવ્યું કે તેને વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં કઈ મહિલા ક્રિકેટર રમત વધુ પસંદ છે. જેના જવાબમાં આ એશિયન ચેમ્પિયને કહ્યું કે તેને હરમનપ્રીત કૌરની રમત પસંદ છે જ્યારે તે સ્મૃતિ મંધાનાને પણ પસંદ કરે છે. આ સાથે નીરજે ભારતની યુવા સ્ટાર અને નીરજના પોતાના રાજ્યમાંથી આવતી શેફાલી વર્માનું નામ પણ લીધું. નીરજે જણાવ્યું કે તે દક્ષિણ આફ્રિકામાં શેફાલીને મળ્યો હતોમ ત્યારબાદ મેચ પણ જોઈ હતી.
Off the field with Neeraj Chopra – India's Olympic Gold-medallist! #TATAWPL excitement ????
Favourite cricketers ????
Insight on some of his social media posts ????Here's @Neeraj_chopra1 unplugged ???? ???? pic.twitter.com/GVMWhplUcN
— Women's Premier League (WPL) (@wplt20) March 25, 2023
શેફાલી વર્માનો પણ ફેન છે
નીરજ ચોપરા શેફાલી વર્માનો પણ ફેન છે. જાન્યુઆરીમાં અંડર-19 વર્લ્ડ કપ દરમિયાન નીરજ જુનિયર ટીમને મળ્યો હતો. નીરજ પણ ત્યાં તાલીમ લેતો હતો. ફાઈનલ મેચ પહેલા તે મહિલા ખેલાડીઓને મળ્યો હતો અને તેમને પ્રોત્સાહિત પણ કર્યા હતા. આ પછી તે ફાઈનલ મેચ જોવા પણ પહોંચી ગયો હતો જ્યાં શેફાલીની કેપ્ટનશિપમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન બની હતી. સ્ટાર ખેલાડીએ કહ્યું કે તે ક્ષણ તેના માટે ખૂબ જ ખાસ હતી જ્યારે તેણે પોતાના દેશને વિદેશી ધરતી પર ચેમ્પિયન બનતા જોયો.
આ પણ વાંચો : WPL સૌથી મોંઘી ખેલાડી ફ્લોપ, RCBને એક રન આટલી મોઘી કિંમતે પડ્યો
વધુમાં નીરજે મહિલા પ્રીમિયર લીગ (WPL)ના વખાણ કરતાં કહ્યું કે તેને ટૂર્નામેન્ટનું વાતાવરણ જોઈને તેને સારૂ લાગ્યું. આ સાથે તેણે એમ પણ કહ્યું કે ઓલિમ્પિકમાં મહિલા અને પુરૂષ બંને ભાગ લે છે અને તે જોઈને ખુશ છે કે ક્રિકેટમાં પણ મહિલાઓને સમાન સમર્થન મળી રહ્યું છે.