ટ્રેન્ડિંગમનોરંજન

‘ટ્રાન્સજેન્ડર’ના અવતારમાં જોવા મળ્યો નવાઝુદ્દીન સિદ્દીકી : ફેન્સે કહ્યુ – અત્યાર સુધીનું શ્રેષ્ઠ પાત્ર !

નવાઝુદ્દીન સિદ્દીકી હંમેશા તેના અભિનયને લઈને હંમેશા ચર્ચામાં રહેતો હોય છે, હાલ નવાઝ તેની આગામી ફિલ્મ ‘હડ્ડી’ને લઈને હેડલાઈન્ડમાં જોવા મળી રહ્યો છે. જેમાં તે ટ્રાન્સજેન્ડર બન્યો છે. બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીને હિન્દી સિનેમાનો સૌથી પ્રતિભાશાળી અભિનેતા માનવામાં આવે છે. નવાઝે પોતાના જોરદાર અભિનય અને જબરદસ્ત ડાયલોગ ડિલિવરીથી હિન્દી સિનેમામાં એક ખાસ ઓળખ બનાવી છે. નવાઝુદ્દીનના પાત્રો હંમેશા દર્શકોમાં એક છાપ છોડવામાં સફળ રહે છે. હાલમાં, અભિનેતા તેની આગામી ફિલ્મ ‘હડ્ડી’ને લઈને ચર્ચામાં છે જેમાં તે ટ્રાન્સજેન્ડર મહિલા તરીકે જોવા મળશે.

આ પણ વાંચો : ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ ફિલ્મનો BTS વીડિયો થયો વાયરલ, લોકો રહી ગયા દંગ

નવાઝનો અનોખો અવતાર 

નવાઝુદ્દીન સિદ્દીકી પણ ફિલ્મોમાં અલગ-અલગ પાત્રો ભજવીને ઘણો હિટ બન્યો છે. આ પહેલા અભિનેતાએ ‘હીરોપંતી 2’માં ‘લૈલા’ની અનોખી ભૂમિકા ભજવી હતી. હવે અભિનેતા તેની ફિલ્મ ‘હડ્ડી’માં ટ્રાન્સ-વુમનની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં તેની ભૂમિકા માટે તેના લૂકમાં અદભૂત પરિવર્તન કર્યું છે, જેની એક ઝલક તેણે ચાહકો સાથે શેર કરી છે.

આ મેકઅપ પાછળ લાગી છે 3 કલાકની મેહનત 

Zee Studio દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં, નવાઝ ખુરશી પર બેઠેલો જોવા મળે છે જ્યારે તેનો મેક-અપ અને હેર આર્ટિસ્ટ તેને સ્ત્રી અવતારમાં લાવવાની તૈયારી કરી રહ્યો છે. વિડિયો શેર કરતાં ચેનલે કેપ્શન આપ્યું, “એક ટ્રાન્સફોર્મેશન ટુ હોલ્ડ! @નવાઝુદ્દીન._સિદ્દીકીને #Haddi માં તેમના પાત્રમાં આવવા માટે 3½ કલાક લાગ્યા.

Film Haddi - Hum Dekhenge News
Film Haddi

ચાહકોને નવાઝના આ લૂકની કરી પ્રશંસા

સોશિયલ મીડિયા પર ફેન્સ નવાઝુદ્દીનનો મેકઅપ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. અભિનેતાના વખાણ કરતા યુઝર્સ ફિલ્મને લઈને ઉત્સાહ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. જોકે કેટલાક ટ્રોલર્સે નવાઝની મજાક પણ ઉડાવી હતી અને નલાઝની સરખામણી અર્ચના પુરણ સિંહ અને કાજોલ સાથે કરી હતી. તે જ સમયે, તેમાંથી મોટાભાગના તેમની મહેનતની પ્રશંસા કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું, ‘એક મેક-અપ આર્ટિસ્ટની પણ પ્રશંસા કરવી જોઈએ અને એવોર્ડ દ્વારા સન્માન કરવું જોઈએ.’ અન્ય એક યુઝરે કહ્યું, “નવાઝ ભાઈ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પાત્ર છે.” અન્ય એક પ્રશંસકે ટિપ્પણી કરી, “નવાઝ ભાઈની વાત અલગ છે.”

નવાઝે ટ્રાન્સજેન્ડરો સાથે વિતાવ્યા દિવસો 

આ ફિલ્મ માટે નવાઝુદ્દીન સિદ્દીકીએ લગભગ 20-25 ટ્રાન્સજેન્ડરો સાથે રહેવાનું શરૂ કર્યું. તેણે ખુલાસો કર્યો કે, હું નથી ઈચ્છતો કે મારું પાત્ર કેરીકેચર જેવું દેખાય, હું પાત્ર ભજવવાને બદલે પાત્રને અનુભવવા માંગુ છું અને તેથી જ મેં તેમની (ટ્રાન્સ-પર્સન) સાથે રહેવાનું નક્કી કર્યું હતું. ફિલ્મ ‘હડ્ડી’ની વાત કરીએ તો આ ફિલ્મનું નિર્દેશન અજય શર્મા કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એક નાના શહેરના છોકરા હરિની વાર્તા છે, જે એક મહિલા બનવાની ઈચ્છા ધરાવે છે, આ ફિલ્મ ભારતીય ટ્રાન્સજેન્ડર્સની કહાની કહેતી જોવા મળશે.

Back to top button