ટોપ ન્યૂઝનેશનલ

નેવીનું MiG-29 ગોવા પાસે ક્રેશ, પાયલોટે દરિયામાં કૂદીને બચાવ્યો જીવ

Text To Speech

નેવીનું મિગ-29 ‘કે’ ફાઈટર જેટ ગોવા નજીક દરિયામાં ક્રેશ થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં ફાઈટર જેટનો પાઈલટ બચી ગયો છે. દુર્ઘટના પહેલા પાયલોટે પરિસ્થિતિ જોઈને વિમાનમાંથી બહાર નીકળીને સમુદ્રમાં કૂદી પડ્યો હતો જેના પગલે તેનો જીવ બચી ગયો.

નેવીએ પાછળથી શોધ અને બચાવ અભિયાન દ્વારા પાયલટને બચાવ્યો હતો. હાલ પાયલોટની હાલત સ્થિર છે. બોર્ડ ઓફ ઈન્કવાયરી (BoI)ને મિગ-29 ‘K’ ફાઈટર જેટના ક્રેશ થવા પાછળના કારણો શોધવાનો આદેશ આપવામાં આવ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર ગોવાના કિનારે નિયમિત ઉડાન દરમિયાન બેઝ પર પાછા ફરતી વખતે ટેક્નિકલ ખામીના કારણે મિગ-29કે ફાઈટર પ્લેન સમુદ્રમાં ક્રેશ થયું હતું.

Mig 29
Mig 29

વર્ષ 2021માં મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું

ડિસેમ્બર 2021માં રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલોટનું મોત થયું હતું. તે દરમિયાન ભારતીય વાયુસેનાએ ટ્વિટ કર્યું કે આ ઘટના સાંજની ફ્લાઇટ દરમિયાન બની હતી જેમાં વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો : ભાજપને નકારવા બદલ સૌરવ ગાંગુલીને મળી સજા ? અમિત શાહના નામે TMCએ લીધો ઉધડો

Back to top button