ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Skoda Octavia RSની રીએન્ટ્રી, લોન્ચ પહેલાં જ વેચાઈ ગઈ હતી પહેલી 100 કાર

Skoda Octavia Rs Launch :  ભારતીય કાર માર્કેટમાં પરફોર્મન્સ કારના શોખીનો માટે સારા સમાચાર છે. Skoda Octavia RSએ ફરી એકવાર ભારતીય બજારમાં એન્ટ્રી કરી છે. કંપનીએ આ પ્રીમિયમ સેડાનનું બીજું બેચ રજૂ કર્યું છે. ખાસ વાત એ છે કે અગાઉના બેચની તમામ 100 કાર લોન્ચ પહેલાં જ વેચાઈ ગઈ હતી.

હવે કંપની બીજા બેચમાં માત્ર 50 યુનિટ્સ લઈને આવી છે. જોકે આ વખતે કારની કિંમતમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. નવી કારની ડિલિવરી આગામી અઠવાડિયાથી શરૂ થવાની છે.

કિંમતમાં થયો મોટો વધારો

Skoda Octavia RSની નવી એક્સ-શોરૂમ કિંમત ₹56.69 લાખ રાખવામાં આવી છે. જ્યારે પ્રથમ બેચની કિંમત ₹49.99 લાખ હતી. એટલે કે બીજા બેચમાં કાર ₹6.69 લાખ મોંઘી થઈ છે.

બીજા બેચમાં માત્ર 50 યુનિટ્સ જ ઉપલબ્ધ હોવાથી કાર ખરીદવા ઇચ્છતા ગ્રાહકો માટે સ્ટોક મર્યાદિત રહેશે.

2.0 લિટર ટર્બો એન્જિન, 265 HPની તાકાત

Octavia RSમાં Volkswagen Groupનું EA888 2.0-લિટર, 4-સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ જ એન્જિન Volkswagen Golf GTIમાં પણ જોવા મળે છે.

આ એન્જિન 265 HPની મહત્તમ પાવર અને 370 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન સાથે 7-સ્પીડ DSG ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

આ કાર ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ સાથે આવે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે Octavia RS માત્ર 6.4 સેકન્ડમાં 0થી 100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે, જ્યારે તેની ટોપ સ્પીડ 250 કિમી/કલાક છે.

સ્પોર્ટી ડ્રાઇવિંગ માટે ખાસ સેટઅપ

Octavia RSને સામાન્ય Octavia કરતાં વધુ સ્પોર્ટી બનાવવામાં આવી છે. તેમાં Progressive Steering, Sports Suspension, Advanced Chassis Setup અને Sports Exhaust System જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કેબિનમાં મળશે પ્રીમિયમ ફીચર્સ

કારના ઇન્ટિરિયરમાં બ્લેક અપહોલ્સ્ટ્રી આપવામાં આવી છે. આગળની સીટ્સ ઇલેક્ટ્રિકલી એડજસ્ટ કરી શકાય છે અને તેમાં મેમરી ફંક્શન પણ છે. આ ઉપરાંત સીટમાં હીટિંગ અને મસાજ ફંક્શન પણ મળે છે.

કારમાં Ambient Lighting સાથે 10.25 ઇંચનું ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને 13 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ સિસ્ટમ વાયરલેસ Android Auto અને Apple CarPlayને સપોર્ટ કરે છે.

અન્ય ફીચર્સમાં થ્રી-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, 11-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, 10 એરબેગ્સ, Adaptive Cruise Control, Autonomous Emergency Braking, Lane Assist, 360-ડિગ્રી કેમેરા અને Head-Up Displayનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : બેંગલુરુમાં લોન વસૂલાતનો ખતરનાક ખેલ, મહિલાને બંધક બનાવી વીડિયો ઉતાર્યો

Back to top button