NASA ચીફની જાહેરાત, ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ કરશે
- અમેરિકા ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ કરવા તૈયાર છે.
- ભારતની પ્રથમ મુલાકાતે આવેલા નાસાના વડા બિલ નેલ્સને આ વાત કહી હતી.
- નેલ્સનની મુલાકાત NASA અને ISRO વચ્ચેની ભાગીદારીને મજબૂત કરશે.
યુએસ, 29 નવેમ્બર: નાસાના વડા બિલ નેલ્સને જાહેરાત કરી છે કે, અમેરિકા ભારતને પોતાનુ્ં સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ કરશે. નેલ્સને એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘ભારતમાં ટચડાઉન… ISRO સાથે નાસાની ભાગીદારીને વધારવા માટે એક સપ્તાહની રોમાંચક મીટિંગ્સ અને ઇવેન્ટ્સની રાહ જોઈ રહ્યા છીએ. ભારત અવકાશમાં અગ્રેસર છે અને અમે અર્થપૂર્ણ પ્રવાસની રાહ જોઈ રહ્યા છીએ. મીડિયા સાથે વાત કરતા તેમણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવા બદલ ભારતને અભિનંદન આપ્યા અને કહ્યું કે, અમેરિકા 2024માં દક્ષિણ ધ્રુવ પર ખાનગી લેન્ડર મોકલશે, પરંતુ ભારત પહેલેથી જ તે કરી ચૂક્યું છે.
Touchdown in India! Ready to embark on a week of engaging meetings and events to grow @NASA’s partnership with @isro. India is a leader in space and we’re looking forward to a productive visit 🇺🇸🇮🇳
— Bill Nelson (@SenBillNelson) November 27, 2023
તેમણે કહ્યું કે, ભારત નાસા માટે એક મહાન ભાગીદાર છે અને યુએસ સ્પેસ એજન્સી 2040 સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાના ભારતના વિઝનમાં મદદ કરશે. નેલ્સને જણાવ્યું હતું કે, વાણિજ્યિક અવકાશ મથકો ફાર્માસ્યુટિકલ સંશોધન સહિત શૂન્ય ગુરુત્વાકર્ષણમાં સંશોધન માટે ઘણા માર્ગો ખોલી શકે છે. જો ભારત ઈચ્છે તો અમે સહયોગ કરી શકીએ છીએ અને અમારા અનુભવને શેર કરી શકીએ છીએ.
નેલ્સન બેંગ્લોરમાં NISAR અવકાશયાન સુવિધાઓની મુલાકાત લે તેવી અપેક્ષા છે, જે પૃથ્વી અવલોકન મિશન માટે NASA અને ISRO વચ્ચે પ્રથમ સહયોગ પહેલ છે. NISAR (NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર) 2024 માં લોન્ચ કરવામાં આવશે, તે પૃથ્વીની ઇકોસિસ્ટમ્સ, કુદરતી જોખમો અને આબોહવા પરિવર્તનના વિવિધ પાસાઓને સમજવા માટે મહત્વપૂર્ણ છે.
ભારત આવતા વર્ષે અવકાશયાત્રી પણ મોકલશે
નાસા 2024માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જવા માટે ભારતીય અવકાશયાત્રીને પણ તાલીમ આપશે. નાસાના વડા સ્પેસ સેક્ટરમાં કામ કરતી ભારતીય ખાનગી કંપનીઓ, વિદ્યાર્થીઓને પણ મળવાની અને STEM વિશે ચર્ચા કરે તેવી અપેક્ષા છે, જેથી અવકાશ સંશોધકોની આગામી પેઢીને પ્રેરણા મળે. તેને આર્ટેમિસ જનરેશન તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો, અમદાવાદ: હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં સતત વધારો સ્કૂલોના શિક્ષકોને CPR તાલીમ અપાશે