નેશનલસ્પોર્ટસ

Ind vs Aus 3rd T20 : ગાયકવાડની આક્રમક સદી સાથે ભારતના 3 વિકેટે 222 રન, ઓસી.ને 223નો ટાર્ગેટ

Text To Speech

ભારતીય ટીમ આજે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ રમવા આવી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની આ ત્રીજી મેચ ગુવાહાટીમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે બીજી મેચની જેમ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 3 વિકેટે 222 રન બનાવ્યા હતા. આ ઇનિંગનો હીરો ઓપનર ઋતુરાજ ગાયકવાડ હતો. જેણે 52 બોલમાં તોફાની સદી ફટકારી હતી. હવે ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે 223 રનનો ટાર્ગેટ છે.

તિલક-ગાયકવાડ વચ્ચે 141 રનની ભાગીદારી

આ મેચમાં ભારતીય ટીમે માત્ર 24 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં યશસ્વી જયસ્વાલ (6) અને ઈશાન કિશન (0) વહેલી પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે આગેવાની લીધી અને ગાયકવાડ સાથે મળીને 47 બોલમાં 57 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી. કેપ્ટન સૂર્યા યાદવ 29 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ગાયકવાડે ચાર્જ સંભાળ્યો અને તિલક વર્મા સાથે મળીને 59 બોલમાં 141 રનની ભાગીદારી કરી અને ટીમને મોટા સ્કોર સુધી લઈ ગઈ હતી. આ મેચમાં ગાયકવાડે 57 બોલમાં 123 રનની સૌથી વધુ અણનમ સદી રમી હતી. ટી20 ઈન્ટરનેશનલમાં પણ આ તેની પ્રથમ સદી છે. જ્યારે તિલક વર્માએ 31 રન બનાવ્યા હતા. ગાયકવાડે પોતાની ઇનિંગમાં 7 છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા.

ભારતીય ટીમની વિકેટ આ રીતે પડી – (222/3, 20 ઓવર)

પ્રથમ વિકેટ: યશસ્વી જયસ્વાલ (6), વિકેટ- જેસન બેહરનડોર્ફ (14/1)
બીજી વિકેટ: ઈશાન કિશન (0), વિકેટ- કેન રિચર્ડસન (24/2)
ત્રીજી વિકેટ: સૂર્યકુમાર યાદવ (39), વિકેટ- એરોન હાર્ડી (81/3)

ભારતીય ટીમ સિરીઝમાં 2-0થી આગળ છે

ઉલ્લેખનીય છે કે, આ સિરીઝ માટે ભારતીય ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમની કમાન વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડના હાથમાં છે. શ્રેણીની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 2 વિકેટે રોમાંચક વિજય નોંધાવ્યો હતો. આ પછી, બીજી મેચ તિરુવનંતપુરમમાં યોજાઈ, જેમાં 44 રને જીત મેળવીને ભારતીય ટીમે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી.

Back to top button