ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

GI ટેગ વાળી પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા નાબાર્ડની પહેલ

નવી દિલ્હી, 9 ઓગસ્ટ, 2025: રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામિણ વિકાસ બેન્ક (નાબાર્ડ)એ ગ્રામિણ ક્ષેત્રોમાં એમએસએમઇ માટે રાષ્ટ્રીય કૌશલ્ય વિભાગ સાથે મળીને 4000 એન્ટરપ્રાઇસ માટે યોજના શરૂ કરી છે. તેમાં ગ્રામિણોને વ્યાવસાયિક તાલીમ આપવા, રિફાઇનીંગ કરવા, પ્રોડક્ટસનું માર્કેટિંગ અને બ્રાન્ડીંગ સાથે તેમની પ્રોડક્ટ્સને વેચવા માટે મદદ કરશે.

નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ડૉ. બી.આર. પ્રેમીએ જણાવ્યું હતું કે નાબાર્ડ હવે MSME ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અમે ગ્રામિણ સંસ્થાઓ અને સહાયક સંસ્થાઓ દ્વારા અહીં કૃષિ અને બિન-કૃષિ ક્ષેત્રો સાથે સંબંધિત સાહસોને પહેલાથી જ પ્રોત્સાહન આપી રહ્યા છીએ. આ સાથે, હવે અમે ગ્રામિણ વિસ્તારોના સાહસો અને MSMEને જોડી રહ્યા છીએ. આ માટે, નાબાર્ડે તેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે અને ગ્રામિણ MSME નીતિ શરૂ કરવામાં આવી છે.

ગ્રામિણ MSME ક્ષેત્રને જોડવાની યોજના

પ્રીમીએ જણાવ્યું હતું કે અમે સરકારના રાષ્ટ્રીય કૌશલ્ય વિભાગના સહયોગથી 4000 ગ્રામીણ સાહસ પ્રમોશનલ ઓર્ગેનાઇઝેશન યોજના શરૂ કરી રહ્યા છીએ. આમાં લગભગ દોઢ લાખ લોકોને ઉમેરવામાં આવશે. આમાં, તેમને ઉદ્યમ પોર્ટલ પર વ્યવસાય નોંધણી, ઉત્પાદનોનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ, ઉત્પાદન, ઉત્પાદનોનું પરીક્ષણ સહિત પુનર્ધિરાણ સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ, MSMEને પુનર્ધિરાણ આપવામાં આવશે, જેમાં 40 ટકા લોન સહાય સરકાર દ્વારા અને 60 ટકા લોન નાબાર્ડ દ્વારા આપવામાં આવશે.

પ્રાદેશિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે 100 GI ટેગિંગ કરવામાં આવ્યું છે

તેમણે કહ્યુ કેનાબાર્ડ GI (ભૌગોલિક સંકેત) ટેગિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. અમે 7 હજાર સંસ્થાઓ સાથે જોડાઈને 100 ઉત્પાદનોનું GI ટેગિંગ પૂર્ણ કર્યું છે. નાબાર્ડ પાસે આ માટે 12 યોજનાઓ છે. ગ્રામીણ ઉદ્યોગ પ્રમોશનલ ઓર્ગેનાઇઝેશન યોજના આમાં મુખ્ય છે. આ દ્વારા વણકરો, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મજૂરો અમારી સાથે જોડાય છે. આ યોજનાઓમાં, ઉત્પાદન ક્ષમતા વધારવા, માર્કેટિંગ, ઉત્પાદન અને GI ટેગ માટે નોંધણી કરાવવામાં મદદ પૂરી પાડવામાં આવે છે.

આમાં હેન્ડલૂમ, રમકડાં, ફૂટવેર અને ફૂડ પ્રોસેસિંગ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનોની પોતાની પ્રાદેશિક વિશેષતા છે, જે બનાવવામાં ઘણો સમય લાગે છે. સ્થાનિક બજારની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેમની માંગ છે, જેને ખરીદવામાં પણ ઘણા પૈસા ખર્ચ થાય છે. ઘણી વખત GI ટેગિંગ પછી આ ઉત્પાદનોનો પ્રચાર થતો નથી. આ માટે, નાબાર્ડ બજાર મેળવવા, સાહસો અને ખેડૂતોને તેના વિશે સલાહ આપવામાં અને નાણાકીય સહાય અને માર્કેટિંગ પૂરું પાડવામાં મદદ કરી રહ્યું છે.

40 ટકા MSMEs ને રૂ. 1200 કરોડની સીધી લોન

તેમણે જણાવ્યું હતુ કે જેમ બધા જાણે છે કે નાબાર્ડ સીધું ધિરાણ આપતું નથી, અમે પુનર્ધિરાણ કરીએ છીએ. અમારી કુલ લોનના 40 ટકા MSME ક્ષેત્ર માટે છે. તેમાં કૃષિ ક્ષેત્ર, મહિલા સહકારી સંસ્થાઓ, વણકર, ફૂડ પ્રોસેસિંગ અને ગ્રામિણ સ્ટાર્ટઅપ્સ જેવા ઘણા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ સાથે, નાબાર્ડ પાસે મેગા ફૂડ પાર્ક અને એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટર માટે રૂ. 2000 કરોડનું ભંડોળ છે, જેમાંથી અત્યાર સુધીમાં રૂ. 1200 કરોડનું ભંડોળ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ એર ઇન્ડિયાએ પાયલોટની નિવૃત્તિની વયમાં સાત વર્ષનો કર્યો વધારો

Back to top button