ટ્રેન્ડિંગનેશનલ

‘ભાજપમાં મુસ્લિમોની જગ્યા નહીં, મારી મહેનત બેકાર…’ કેમ પોતાની જ પાર્ટીથી નારાજ થઈ BJP નેતા?

તમિલનાડુઃ 5 સપ્ટેમ્બર, 2025: Alisha Abdullah: ભાજપના એક મુસ્લિમ પદાધિકારી, પાર્ટીમાં મુસ્લિમોની હાલત જોઈને રોષે ભરાયા છે. આ મહિલા નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે, પાર્ટીમાં મુસ્લિમો માટે કોઈ સ્થાન નથી. આ મહિલા નેતા કાર રેસર અલીશા અબ્દુલ્લા છે. અલીશાએ દાવો કર્યો છે કે તમિલનાડુમાં પાર્ટીના વિવિધ એકમોમાં લઘુમતીઓને પદાધિકારી તરીકે કોઈ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. 4 સપ્ટેમ્બરે ભાજપના વિવિધ એકમો માટે જાહેર કરાયેલા પધાધિકારીઓની યાદીમાં એક પણ મુસ્લિમનું નામ નથી. નોંધનીય છે કે, અલીશા 2022માં ભાજપમાં જોડાઈ હતી.

એક્સ પર વ્યક્ત કર્યું દુઃખ

અલીશા અબ્દુલ્લાએ કહ્યું કે, ‘હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ રાજ્ય ભાજપ વડા કે અન્નામલાઈથી પ્રેરિત થઈને ભાજપમાં જોડાઈ છું. હું માનતી હતી કે તેમનો અભિગમ કોઈ ધર્મ કે જાતિ નહીં શુદ્ધ મહેનતનો નથી. ભારતની પ્રખ્યાત રમતગમત વ્યક્તિત્વ હોવાને કારણે, આ ખૂબ જ નિરાશાજનક છે… મેં આ પાર્ટી માટે ત્રણ વર્ષ સુધી દિવસ-રાત સખત મહેનત કરી છે.’

અપમાનનો આરોપ

અલીશાએ વધુમાં કહ્યું કે, આ સાબિત કરે છે કે મુસ્લિમો માટે કોઈ સ્થાન નથી. દુઃખની વાત છે કે, મારી બધી મહેનત વ્યર્થ ગઈ. પાર્ટીના એક વરિષ્ઠ અધિકારીએ મારૂ ‘અપમાન’ કર્યું.’

કોણ છે અલીશા અબ્દુલ્લા?

નોંધનીય છે કે, અલીશા અબ્દુલ્લા એક ભારતીય રેસિંગ ડ્રાઇવર છે. તે ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રીય રેસિંગ ચેમ્પિયન છે. અલીશાનો જન્મ 24 જુલાઈ 1989ના રોજ ચેન્નઈમાં થયો હતો, તેણે 9 વર્ષની ઉંમરે ગો-કાર્ટિંગમાં રેસિંગ શરૂ કરી હતી અને 11 વર્ષની ઉંમર સુધીમાં ઘણી ગો-કાર્ટિંગ રેસ જીતી લીધી હતી. 13 વર્ષની ઉંમરે, તેણે MRF નેશનલ ગો-કાર્ટિંગ ચેમ્પિયનશિપ અને નેશનલ લેવલ ફોર્મ્યુલા કાર રેસિંગમાં બેસ્ટ નોવિસ એવોર્ડ જીત્યો હતો.

આ પણ વાંચોઃ ટૂંક સમયમાં યુએસ ટેરિફથી પ્રભાવિત નિકાસકારો માટે કરાશે પેકેજની જાહેરાત : નાણામંત્રી નિર્મલા સીતારમણ

આ પણ વાંચોઃ કાશ્મીરમાં હઝરતબલ દરગાહમાં અશોક સ્તંભને લઈને હોબાળોઃ અસામાજિક તત્ત્વોએ કરી તોડફોડ

Back to top button