ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈ દેશનું પ્રથમ ટ્રાઇ-સર્વિસ કોમન ડિફેન્સ સ્ટેશન બનવા માટે તૈયાર

  • દેશની ત્રણેય સેનાઓ દ્વારા મોટી તૈયારીઓ કરવામાં આવી રહી છે

મુંબઈ, 1 એપ્રિલ: મુંબઈને દેશનું સૌથી શક્તિશાળી મિલિટરી સ્ટેશન(સૈન્ય મથક) બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જેથી અહીં ત્રણેય સેનાઓનું સંયુક્ત સ્ટેશન હશે. અહીંથી ત્રણેય સેનાઓ પોતાની વચ્ચે વધુ સારા તાલમેલ સાથે કામ કરી શકશે. સાથે જ દેશની પશ્ચિમી સરહદ પણ વધુ સુરક્ષિત બનશે. પ્રથમ વખત દેશની આર્થિક રાજધાનીમાં ટ્રાઇ-સર્વિસ કોમન ડિફેન્સ સ્ટેશન(Tri-Service Common Defence Station) બનાવવાની તૈયારીઓ ત્રણેય સેના દ્વારા કરવામાં આવી રહી છે એટલે કે મુંબઈમાં આર્મી (જમીન), એર(વાયુ) અને નેવી(નૌસેના)ના કોમન સ્ટેશન હશે. ઈન્ટીગ્રેટેડ થિયેટર કમાન્ડ પહેલા આ સ્ટેશન તૈયાર થઈ જાય તેવી શક્યતા છે.

 

એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, મુંબઈમાં ત્રણેય સેનાઓનું સંયુક્ત સ્ટેશન બનાવવામાં આવશે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. અત્યાર સુધી દેશમાં એક પણ કોમન ડિફેન્સ સ્ટેશન નથી. માત્ર આંદામાન અને નિકોબારમાં ત્રણેય સેનાઓની કમાન્ડ છે, જે 2001માં બનાવવામાં આવી હતી. મુંબઈમાં બનાવવામાં આવનારા આ ટ્રાઈ-સર્વિસ ડિફેન્સ સ્ટેશન ત્રણેય સેનાઓ વચ્ચે બહેતર સંકલન સ્થાપિત કરવા માટે બનાવવામાં આવી રહ્યું છે. અહીં ત્રણેય સેનાઓ માટે લોજિસ્ટિક સપોર્ટ રહેશે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે તેમજ સમારકામની સુવિધા અને જાળવણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

નેવી આ કોમન ડિફેન્સ સ્ટેશનનું કરશે નેતૃત્વ

નૌકાદળ મુંબઈમાં તૈયાર ઠાઈર રહેલા ત્રણેય સૈન્યના સંરક્ષણ સ્ટેશનનું નેતૃત્વ કરશે, કારણ કે તેની ત્યાં મહત્તમ હાજરી છે. હાલમાં ત્રણેય સેનાના કેન્દ્રો મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં છે. દરેક વ્યક્તિ અલગ-અલગ જગ્યાએ કામ કરે છે. વર્તમાન યોજના અનુસાર લોજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એડમિનિસ્ટ્રેશનને એકસાથે લાવવામાં આવશે.

ઉદાહરણ તરીકે, તેને આ રીતે વિચારો. હાલમાં INS હમલા અને INS કરંજ નૌકાદળની લોજિસ્ટિક્સ તાલીમનું સંચાલન કરે છે. અહીં ઘણા મહત્વના દારૂગોળાના ડેપો છે. આર્મીનો ઓર્ડનન્સ ડેપો અને ટ્રેનિંગ એરિયા અલગ છે. એરફોર્સનું આખું કામ અલગ છે. પરંતુ આ ડિફેન્સ સ્ટેશન બનાવવાથી મુંબઈમાં બધાને એકસાથે લાવવામાં આવશે.

વધુ બે કોમન ડિફેન્સ સ્ટેશન બનાવવામાં આવશે

ટ્રાઈ-સર્વિસ કોમન ડિફેન્સ સ્ટેશનનો ફાયદો એ થશે કે ત્રણેય સેનાઓ દેશના પશ્ચિમી તટ અને વિસ્તારોમાં એકસાથે કોઈપણ પ્રકારનું ઓપરેશન પાર પાડી શકશે. પાકિસ્તાન પર નજીકથી નજર રાખીશકશે. આ ઉપરાંત, સૈનિકો અને તેમના પરિવારો માટે શાળાઓ, હોસ્પિટલો, રમતગમત સંકુલ તેમજ તાલીમની સુવિધાઓ પણ હશે.

ઉદાહરણ તરીકે- INHS અશ્વિની(Asvini) એક નેવલ હોસ્પિટલ છે, હવે તેનો ઉપયોગ આર્મી અને એરફોર્સ દ્વારા પણ કરવામાં આવશે. ત્રણેય સેનાઓ માટે જારી કરાયેલું ભંડોળ એક જ ચેનલમાંથી આવશે. એટલું જ નહીં મુંબઈ પછી કોઈમ્બતુર પાસે સુલુર અને ગુવાહાટીમાં પણ બીજું અને ત્રીજું કોમન ડિફેન્સ સ્ટેશન બનાવવામાં આવશે. વાયુસેના સુલુરમાં આ સ્ટેશનની કમાન સંભાળશે અને સેના આ કામ ગુવાહાટીમાં પણ કરશે.

આ પણ જુઓ: ભોજશાળામાં ASI સરવે અટકાવવાની મુસ્લિમ પક્ષની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

Back to top button