ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: પાલનપુરના ધાણધામાં વરસાદથી પપૈયાના પાકનો સોથ વળી ગયો

Text To Speech

પાલનપુર, 17 મે 2024, ગરમીનો પારો દિવસે દિવસે ઉંચકાઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ધાણધા અને વાસણ ગામની આસપાસ ના વિસ્તારમાં એકા એક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેની સાથે જ વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ ખાબકતા ખેતરોમાં બનાવેલા શેડ ઉડવા લાગતા ખેડૂતોએ ઉડતા શેડને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. બીજી બાજુ ખેતરોમાં તૈયાર થયેલા પપૈયાના પાકનો સોથ વળી જતા ખેડૂતોને ભારે નુકશાન થવા પામ્યું છે.

ખેડૂતો શેડ બચાવવાના પ્રયત્નો કરતા હોવાના વીડિયો વાઇરલ
બનાસકાંઠા જિલ્લાના કમોસમી વરસાદની આગાહી વચ્ચે દાંતા, અંબાજી, અમીરગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયા બાદ પાલનપુર પંથકના કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં ધાણધા, માલણ અને જલોત્રા,વાસણ પંથકમા ગુરુવારે બપોરે વાતવરણમા અચાનક પલટો આવતા અષાઢી માહોલ સર્જાયો હતો. જેમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડતાં ખેતરોમાં પશુઓને રાખવાના બાંધેલા શેડ ઉડવા લાગતા ખેડૂતોમાં અફરા તફરી મચી જવા પામી હતી.જેમાં ભારે પવનમાં ખેતરોના શેડ ઉડી ન જાય તે માટે કેટલાક ખેડૂતો શેડ બચાવવાના પ્રયત્નો કરતા હોવાના વીડિયો વાઇરલ થયા હતા.

100 વર્ષ જુનુ કણજીનું ઝાડ એકાએક ધરાશાયી થઇ ગયું
વાવાઝોડા સાથેના વરસાદ ને લઇ આ વિસ્તારમાં કરવામા આવેલા પપૈયા અને બાજરીના પાકનો સોથ વળી જતા ખેડૂતોને ભારે નુકશાન થવા પામ્યું છે. ત્યારે તંત્ર દ્વારા વરસાદથી વાવેતરને થયેલ નુકશાનનો સર્વે કરી વળતર ચૂકવવા આવે તેવી માંગ ઉઠવા પામી છે.જ્યારે આજે પાલનપુરપંથકમાં બપોર પછી વાતાવરણ પલટાયું હતુ. વાસણ, ધાણધા, ગોઢ, માલણ, હાથીદ્રા સહિતના વિસ્તારમાં વીજળીના કડાકા – ભડાકા, વાવાઝોડુ અને કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. જ્યાં વાસણ ગામે અંબાજી માતાજીના મંદિરની સામે આવેલું 100 વર્ષ જુનુ કણજીનું ઝાડ એકાએક ધરાશાયી થઇ ગયું હતુ.

આ પણ વાંચોઃગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, આ શહેરોમાં યલો એલર્ટ જાહેર

Back to top button