મોરોક્કોનો ઐતિહાસિક નિર્ણય, બકરા ઈદ પર કોઈપણ પ્રાણીની કુરબાની નહીં આપવાના આદેશ

મોરક્કો, 3 જૂન 2025: 6 અને 7 તારીખે બકરી ઈદ ઊજવવામાં આવશે. આ દિવસે મુસલમાનો બકરા કે અન્ય પ્રાણીની કુરબાની આપે છે. ત્યારે 99 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ઇસ્લામિક દેશ મોરોક્કોએ કુરબાની અંગે કડક આદેશો આપ્યા છે કે કોઈ પણ નાગરિક ઈદ પર બકરા અથવા અન્ય કોઈપણ પ્રાણીની કુરબાની નહીં આપી શકે.
રાજાના આ નિર્ણય પછી અધિકારીઓએ પ્રાણીઓના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે અને ગુપ્ત રીતે કુરબાની માટે લાવવામાં આવેલા ઘેંટા પણ જપ્ત કરવામાં આવ્યા છે. સરકારના આ પગલાંથી લોકો નારાજ છે અને વિરોધમાં રસ્તાઓ પર પણ ઉતરી આવ્યા છે.
કુર્બાની પર પ્રતિબંધ કેમ મૂક્યો?
મોહમ્મદ VIએ ભયંકર દુષ્કાળને કારણે પ્રાણીઓની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. કેટલાક લોકો સરકારના નિર્ણય સાથે સંમત છે અને આર્થિક અને આરોગ્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણયને સાચો ઠેરવી રહ્યાં છે.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં વધુ એક આતંકી અજાણ્યા લોકો દ્વારા હણાયો, ભારત વિરોધી ભાષણ આપવા હતો જાણીતો












