ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

તાઈવાનમાં 80થી વધુ ભૂકંપના આંચકા! રાતભર ધ્રૂજતી રહી ધરતી

  • ધરતીકંપની પ્રવૃત્તિ સાંજે 5:08 થી 5:17 (સ્થાનિક સમય) વચ્ચે શરૂ થઈ અને આખી રાત ચાલુ રહી

તાઇવાન, 23 એપ્રિલ: તાઈવાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી ફોકસ તાઈવાનના અહેવાલ મુજબ, સોમવારે માત્ર 9 મિનિટની અંદર પૂર્વી તાઈવાનના શૌફેંગ ટાઉનશીપ, હુઆલીન કાઉન્ટીમાં પાંચ વખત તીવ્ર ભૂકંપ આવ્યો હતો. સોમવારે આખી રાતમાં 80થી વધુ વખત ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ધરતીકંપની પ્રવૃત્તિ સાંજે 5:08 થી 5:17 (સ્થાનિક સમય) વચ્ચે શરૂ થઈ અને આખી રાત ચાલુ રહી, જેના કારણે લોકો ગભરાઈ ગયા.

 

 

ભૂકંપની તીવ્રતા તંગ રહી!

સોમવારે સાંજે 5થી 12 વાગ્યાની વચ્ચે તાઇવાનના પૂર્વ કિનારે 80થી વધુ ભૂકંપ અનુભવાયા હતા. જેમાં સૌથી વધુ 6.3 અને 6ની તીવ્રતા નોંધાઈ હતી. ભારતીય સમય અનુસાર રાત્રે 12 વાગ્યાની આસપાસ થોડીવારના અંતરે બે જોરદાર ભૂકંપ આવ્યા. તાઈવાનમાં રાતના 2:26 અને 2:32 વાગ્યા હતા. તાઈવાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર હુઆલિનની પૂર્વીય કાઉન્ટીમાં જમીનથી 5.5 કિલોમીટર નીચે હતું.

 

બે ઈમારતોને થયું નુકસાન

ભૂકંપના કારણે હુઆલીન વિસ્તારમાં બે ઈમારતોને નુકસાન થયું છે. જેમાંથી એક ઈમારત ધરાશાયી થઈ ગઈ છે અને બીજી રોડ તરફ ઝૂકી ગઈ છે. તાઈવાનની સાથે જાપાન, ચીન અને ફિલિપાઈન્સમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. હાલ કોઈ નુકસાનના અહેવાલ નથી. CNA ફોકસ તાઈવાને ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, “સાંજે 5:08 થી 5:17 (UTC 8) વચ્ચે 9 મિનિટમાં શૌફેંગ ટાઉનશીપ, હુઆલીન કાઉન્ટી, પૂર્વીય તાઈવાનમાં પાંચ ભૂકંપ આવ્યા.

થોડા દિવસો પહેલા જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેમાં ચારના મૃત્યુ થયા હતા

ઉલ્લેખનીય છે કે, બે અઠવાડિયા પહેલા તાઈવાનના પૂર્વી દરિયાકાંઠે રિક્ટર સ્કેલ પર 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. “ભૂકંપની પ્રાથમિક માહિતી: M 6.5 – હુઆલીન સિટી, તાઇવાનથી 11 કિમી ઉત્તરપૂર્વમાં ત્રાટક્યું,” US જીઓલોજિકલ સર્વે (USGS)એ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 3 એપ્રિલે હુઆલીન સિટીમાં ભૂકંપ આવ્યો હતો જેમાં ચાર લોકોના મૃત્યુ અને 700 થી વધુ ઘાયલ થયા, 132 લોકો એપીસેન્ટરની નજીક હુઆલીન કાઉન્ટીમાં ઘાયલ થયા હતા.

આ પણ જુઓ: સલમાન ખાનના ઘર પર ફાયરિંગમાં વપરાયેલી એક બંદૂક મળી, બીજીની તપાસ ચાલુ

Back to top button