નવા વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા એલપીજીના ભાવમાં વધારો કરાયો બાદ હવે ગુજરાતમાં આજે સીએનજી અને પીએનજી બંનેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસ દ્વારા ચૂંટણી પૂર્વે સીએનજીમાં રૂા. 7નો ભાવઘટાડો કર્યો હતો. જ્યારે ચૂંટણી પૂર્ણ થતા હવે ફરી એક વાર ગુજરાત ગેસે ભાવ વધારો કર્યો છે. ચૂંટણી પૂર્વે વાહનચાલકોને લોલીપોપ આપીને રીઝવ્યા બાદ હવે પરંતુ ફરી હવે આ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
CNG અને PNGની કિંમતમાં વધારો
વિધાનસભા ચૂંટણી પુરી થઇ ગયા પછી ગુજરાત ગેસે CNGના ભાવમાં વધારો કર્યો છે. CNGના ભાવમાં પ્રતિ કિલોએ 3.20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. . જ્યારે ગુજરાત ગેસે PNGની કિંમતમાં પણ 5 ટકા જેટલો વધારો કર્યો છે. જેથી ગુજરાતની જનતાને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. નવા વર્ષમાં ગુજરાતની જનતાને વધુ એક ફટકો પડવા જઈ રહ્યો છે. અચાનક ભાવવધારો લાગુ કરાતા વાહનચાલકો તેમજ જાહેર ટ્રાન્સપોર્ટના ભાડા હવે વધી જશે.
હવે આટલા ચૂકવવા પડશે
ગુજરાત ગેસે એક જ ઝાટકે 3.20 રૂપિયાનો પ્રતિ કિલોએ વધારો ઝીંકી નાખ્યો છે. CNG ગેસ પહેલા 75 રૂપિયાએ મળતુ હતુ હવે તેની માટે પ્રતિ કિલો 78.52 રૂપિયામાં મળશે. ગુજરાત ગેસે PNGની કિંમતમાં પણ 5 ટકા જેટલો વધારો કર્યો છે. ગુજરાત ગેસ દ્વારા આજથી જ આ ભાવ લાગુ પણ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ગાંધીનગરમાં ઈમ્પેક્ટ કાયદા અંતર્ગત ટૂંકા ગાળામાં નોંધનીય કામગીરી, 291 અરજીઓ પર કાર્યવાહી