ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અંબાજીમાં ખાલી અડધા કલાકના વરસાદથી જળબંબાકાર, અનેક વાહનો પાણીમાં રમકડાંની જેમ તણાયા

અંબાજી: પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં માત્ર અડધો કલાકમાં તૂટી પડેલા મુસળધાર વરસાદે ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. માત્ર 30 મિનિટમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર અંબાજી શહેર પાણી-પાણી થઈ ગયું હતું. શહેરના મુખ્ય માર્ગો પર જાણે નદીઓ વહેતી થઈ હોય તેવાં બિહામણાં દ્રશ્યો સામે આવ્યા છે.

વાહનો તણાવા લાગ્યા

માર્ગો પર પાણીનો પ્રવાહ એટલો ઝડપી અને ચિંતાજનક હતો કે દુકાનો અને ઘરો આગળ પાર્ક કરેલાં અનેક દ્વિચક્રી વાહનો તણાવા લાગ્યા હતા. રસ્તા પર વહેતા પાણીમાં બાઈક અને સ્કૂટી રમકડાની જેમ તરતાં જોવા મળ્યાં હતાં. આ દરમિયાન એક દુકાનદાર પોતાની તણાતી સ્કૂટીને બચાવવા માટે જીવના જોખમે પાણીના ધસમસતા પ્રવાહની પાછળ દોડતો પણ જોવા મળ્યો હતો.

લોકોમાં ભયનો માહોલ

અંબાજીમાં સર્જાયેલા આ વરસાદી કહેરના લાઈવ દ્રશ્યો નજીકની દુકાનો અને માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં જ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. અચાનક આવેલી આ આકાશી આફતથી સ્થાનિક વેપારીઓ અને દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: શું સોનમ વાંગચુકે સરકાર સાથે ડિલ કરી લીધી? અડધી રાતે વીડિયો પોસ્ટ કરી સવાલ ઉઠાવનારાની ધૂળ કાઢી નાખી

Back to top button